અમદાવાદ / કોરોના સંકટમાં આદેશનું પાલન ન કરવા બદલ AMCની સ્ટર્લિંગ સહિત 16 ખાનગી હોસ્પિટલને નોટિસ

Ahmedabad Municipal Corporation issued notices to 16 hospitals

ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં સારવારને લઇને 16 મેના રોજ મોટો નિર્ણય કર્યો હતો. જેમાં સરકારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે 50-50 ટકાના હિસાબથી સરકારી અને પ્રાઈવેટ બૅડ તરીકે રાખવા તેમ જ સરકારી અને ખાનગી બેડ માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કર્યા હતાં. જો કે હવે આ મામલે AMCએ 16 ખાનગી હોસ્પિટલ્સને નોટિસ ફટકારી છે. મળતી માહિતી અનુસાર જે ખાનગી હોસ્પિટલ્સને Covid-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે નક્કી કરાઈ હતી તેમને દિશાનિર્દેશનું પાલન ન કરવાને કારણે નોટિસ ફટકારાઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ