કાર્યવાહી / અમદાવાદમાં તંત્રના 'સ્પેશિયલ ડ્રાઇવ'થી જોવા મળેલો ફફડાટ હવે દિશાવિહીન ઓપરેશન ડિમોલિશન બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad municipal corporation demolition

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામ અને બિલ્ડિંગ સામે છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું છે. અમદાવાદમાં ગેરકાયદે બાંધકામના રાફડેરાફડા ફાટી નીકળ્યા હોઇ નવેસરથી ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂકવો પડે તેવી વિકટ સ્થિતિ સર્જાઇ છે અને તેમાં પણ કોરોના મહામારીના કારણે સમગ્ર તંત્ર તેની સામેની લડાઇમાં વ્યસ્ત રહેતાં ગેરકાયદે બાંધકામ કરનારાં તત્ત્વોને ફાવતું જડ્યું હતું. ગેરકાયદે બાંધકામને પાસે રહીને ઉત્તેજન આપનારાં તત્ત્વોનો પણ તોટો નથી. આવા વિષમ સંજોગોમાં ઓપરેશન ડિમોલિશન હરહંમેશ આવકાર્ય હોવા છતાં આ વખતે જાણે કે સુનિશ્ચિત દિશા નક્કી નથી કરાઇ તેવી ચર્ચા ઊઠી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ