બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Municipal Corporation big decisions curfew Coronavirus

EXCLUSIVE / AMCનો મોટો નિર્ણયઃ અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ

Last Updated: 07:02 PM, 19 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય અને અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોના નાથવા અમદાવાદ મ્યુ. કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

  • અમદાવાદમાં ફરી બની રહ્યો છે કોરોના બેકાબુ 
  • કોરોના નાથવા અમદાવાદ મ્યુ. કોર્પોનો મોટો નિર્ણય 
  • આવતીકાલથી કોર્પોરેશને કરી કરફ્યુ જાહેરાત

દિવાળીના તહેવારો અને શિયાળાની ઋતુ શરૂ થતા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે તંત્ર દ્વારા સંક્રમણને અટકાવવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા નિણર્ય કરાયો છે. બેદરકારીથી બહાર ફરતા લોકો સામે કડક વલણ દર્શાવાયું છે.

20 નવેમ્બરથી કરફ્યુ, નવી સુચના ન મળે ત્યાં સુધી લાગુ રહેશેઃ રાજીવ ગુપ્તા

રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. નવી સુચના ન મળે ત્યા સુધી કરફ્યુ લાગુ રહેશે.

AMCનો એકશન પ્લાન

કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓ માટે અસારવા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેર માટે નવા 600 તબીબોની ફાળવણી કરવામાં આવી છે. લોકો નિયમોનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. નવી સૂચના ન મળે ત્યા સુધી કરફ્યૂ લાગૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ માટે વધુ 300 ડોક્ટર્સ ફાળવાયા છે. CM વિજય રૂપાણી સાથેની આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદના દર્દીઓ માટે કુલ 800 વધુ બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. સિવિલમાં 400 અને સોલા સિવિલમાં 400 વધુ બેડ ફાળવાયા છે. 70 ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની આસપાસના વિસ્તારમાં 100 બેડ ફાળવાયા છે. હાલમાં કુલ 2600 બેડ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. 108ની સેવામાં પણ વધારો કરાયો છે. 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 40 એમ્બ્યુલન્સ માત્ર કોરોના દર્દીઓ માટે ફાળવી છે. 300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા છે. તો આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Curfew Exclusive ahmedabad અમદાવાદ કરફ્યુ coronavirus
Hiren
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ