બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મુંબઈ-અમદાવાદ લાઈન પર જનારી ટ્રેનો 1થી 4 કલાક મોડી ઉપડશે, કેટલીક તો આંશિક રીતે રદ કરાઈ, જાણો કારણ
Last Updated: 09:18 AM, 29 May 2024
મુંબઈનાં પાલઘરમાં માલગાડી પાટા પરથી ઉતરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનો પર અસર પડી હતી. તો કેટલીક ટ્રેનોને રોકવામાં આવી હતી. તેમજ ત્રણ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મુંબઈનાં પાલઘર પાસે માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહારને અસર પહોંચવા પામી હતી. જેમાં મુંબઈથી અમદાવાદ લાઈન પર જતી ટ્રેનો 1 થી 4 કલાક મોડી ઉપડી હતી. તેમજ કેટલીક ટ્રોને રોકવામાં આવી હતી તો કેટલીક ટ્રેન આંશિક રદ્દ કરાઈ હતી. તેમજ મુંબઈ તરફ જતી અનેક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હતો.
ADVERTISEMENT
સર્જાયેલ ઘટનાને પગલે રેલવે વિભાગ દ્વારા ત્રણ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં ગાંધીધામ-SBC એક્સપ્રેસ, ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ, સુરત-કલ્યાણ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી હતી.
માલગાડી પાટા પરથી ઉતરી ગયાનાં સમાચાર રેલવે વિભાગને થતા રેલવે વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે માલગાડીને સ્થળ પરથી હટાવવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ માલગાડી પાટા પરથી ઉતરી જતા વીજ થાંભલાને પણ નુકશાન પહોંચ્યાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. રેલવે વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે રીપેરીંગ કામ હાથ ધરી ટ્રેન વ્યવહાર ઝડપી શરૂ થાય તે માટેનાં પ્રયત્નો હાથ ધર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સત્ય બહાર આવશે ? / અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર, સમગ્ર કેસમાં આવી શકે છે નવો વળાંક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.