બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાહનચાલકો માટે માઠા ન્યૂઝ! અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેના ટોલ ટેક્સમાં આજ રાતથી થશે વધારો
Last Updated: 08:38 PM, 19 September 2024
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સના રૂપિયામાં આજ રાત્રેથી વધારો થશે. અત્રે જણાવીએ કે, વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઈવેના ટેક્સમાં વધારો થતાં વાહન ચાલકોના ખિસ્સા પર સીધી અસર થશે
ADVERTISEMENT
વલસાડ જિલ્લામાંથી પસાર થતાં હાઇવેના ટેક્સમાં વધારો
પાપ્ત વિગતો મુજબ ટોલ ટેક્સ એજન્સી ભારે વાહનોમાં ટોલ ટેક્સમાં દોઢ ઘણો વધારો કરશે. ટોલ વધારાના નિર્ણયથી વાપીના ટ્રાન્સપોર્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે.રસ્તાઓની હાલત સુધાર્યા વિના જ ટોલ ટેક્સમાં વધારો કરાતા ટ્રાન્સપોર્ટરમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કેન્દ્ર સરકાર ગુજરાતના આ 6 જિલ્લાને 'ગ્રોથ હબ' બનાવશે, 'ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન'નું CMના હસ્તે લોકાપર્ણ
ટ્રાન્સપોર્ટ એસોશિએશન આવેદનપત્ર પાઠવશે
વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેની હાલત ખખડધજ છે. ઠેર ઠેર ખાડાને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ટોલ ટેક્સ વધારાનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે.ટ્રાન્સપોર્ટ એસોસિએશન આવતીકાલે સંબંધિત વિભાગને આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.