બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં, ટ્રેકને લઇ સામે આવી મોટી અપડેટ
Last Updated: 09:09 AM, 11 December 2024
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે હાલ વાયડકટ પર પાટા લગાવવાનું કામ શરું કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા અને આણંદ વચ્ચે પાટા લગાવવાનું કામ શરું કરવા માં આવ્યું હતું. જાપાન થી ખરીદવામાં આવેલા આ પાટાની લંબાઈ 25 મીટર છે. જેમાં બે પાટા ના જોડાણ માટે આધુનિક વેલ્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યાર અત્યાર સુધી માં 60 કિલોમીટર પાટા વેલ્ડીંગ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
માહિતી અનુસાર, આ પ્રોજેક્ટમાં 163 કિલોમીટરના ફ્લાયઓવર પણ છે અને 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે ટ્રાયલ રન શરૂ થઈ શકે છે. નોંધનીય છે બુલેટ ટ્રેનના રૂટ માટે 24 પુલ અને 7 પર્વતમાંથી ટર્નલ બનાવવામાં આવી છે. કોરિડોરમાં 7 કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલ પણ સામેલ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશન હશે.
ADVERTISEMENT
ગુજરાતમાં કોરિડોર પર પૂર્ણ થયેલા 12 નદી પુલ
વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે: કરેરા (નવસારી જિલ્લો), પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), કોલક નદી (વલસાડ જિલ્લો), કાવેરી નદી (નવસારી જિલ્લો) અને વેંગાનિયા (નવસારી જિલ્લો) - કુલ 9 પૂલોનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે. અન્ય પૂર્ણ થયેલ નદી પુલ: ધાધર (વડોદરા જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), વાત્રક નદી (ખેડા જિલ્લો)
વધુ વાંચો : હજુય ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર
વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે ખરેરા નદી પરના પુલની મુખ્ય વિશેષતાઓ
આ નદી અંબિકા નદીની ઉપનદીઓમાંની એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં આવેલા વાંસદા તાલુકાના ટેકરીઓમાંથી નીકળે છે. ખરેરા નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 45 કિમી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 6 કિમી દૂર છે. આ પુલની લંબાઈ 120 મીટર છે. જયારે 3 ફુલ સ્પાન ગર્ડર (દરેક 40 મીટર) નો સમાવેશ થાય છે. પીલર્સની ઊંચાઈ - 14.5 મીટરથી 19 મીટર છે, 4 મીટરનો એક (01) ગોળાકાર થાંભલો અને 5 મીટર વ્યાસનો ત્રણ (03) ગોળાકાર થાંભલા છે. બે સ્ટેશનો વચ્ચેના અન્ય પૂર્ણ થયેલા પુલ કોલક, પાર, ઔરંગા અને કાવેરી નદી પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.