Team VTV11:10 PM, 20 Aug 19
| Updated: 08:43 AM, 21 Aug 19
ખાનગી ક્ષેત્રને કેટલીક ટ્રેનો સોંપવાનો રેલવેએ નિર્ણય લીધો છે કે IRCTC પ્રાયોગિક ધોરણે 3 વર્ષ સુધી અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અને દિલ્હીથી લખનૌ તેજસ ચલાવવામાં આવશે. જેની જાણકારી મંગળવારે સૂત્રોએ આપી હતી. આ ટ્રેનોમાં ભાડુ ફ્લેક્સિબલ હશે અને તેનો નિર્ણય IRCTC લેશે.
અમદાવાદથી મુંબઇ અને નવી દિલ્હીથી લખનૌ વચ્ચે દોડનારી તેજસ ટ્રેન સપ્ટેમ્બરના અંત સુધીમાં શરૂ થઇ શકે છે. IRCTCએ આ ટ્રેનનું સંચાલન નવરાત્રી પહેલા શરૂ કરવાની યોજના તૈયાર કરી છે. સોમવારે રેલવે બોર્ડે IRCTCને ટ્રેનના સંચાલનની મંજૂરી આપી દીધી છે. IRCTCના લખનૌ રીઝનના ચીફ રીઝનલ મેનેજર અશ્વિની શ્રીવાસ્તવે કહ્યું કે, અમને અપ્રૂવલનો લેટર જાહેર કરવામાં આવ્યો છે. આ ટ્રેન અંદાજિત 6 કલાક 15 મિનીટમાં લખનૌથી દિલ્હી સુધીનું અંતર કાપશે.
રેલવે સ્ટાફ નહીં કરે તેજસનું કામ
રેલવેએ એપણ કહ્યું છે કે, IRCTCને સોંપવામાં આવેલી ટ્રેનોમાં ટિકીટ તપાસનું કામ રેલવે સ્ટાફ દ્વારા નહીં કરવામાં આવે. જોકે, તેમણે કહ્યું કે, ટ્રેનોનો એક અલગ પ્રકારનો નંબર હશે. બ્લૂપ્રિન્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રેનોના અનોખી રીતે નંબર આપવામાં આવશે અને રેલવેનું સંચાલન કર્મચારી લોકો, પાયલટ, ગાર્ડ અને સ્ટેશન માસ્ટર કરશે. આ બન્ને ટ્રેનોની સેવા શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોની જેમ હશે અને તેમને આટલી જ પ્રાથમિકતા આપવામાં આવશે.
રેલવે પોતાની 100 દિવસની યોજનામાં વિશ્વસ્તરીય યાત્રી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રાઇવેટ ટ્રેન સંચાલકોનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેજસ એક્સપ્રેસ ટ્રેનોને IRCTCને સોંપવું તે દિશામાં પ્રથમ ડગલું છે.
પ્લેન જેવી આટલી સુવિધાઓ
ફૂલ ઍર કન્ડિશન્ડ
LCD સ્ક્રીન વિથ હેડફોન્સ
Wi-Fi ફેસેલિટી
મૉડ્યુલર બાયો-ટોયલેટ્સ
મોબાઈલ ચાર્જિગ અને USB પોઈન્ટ્સ
CCTV કેમેરા
ઈલેક્ટ્રોનિક પેસેન્જર રિઝર્વેશન ચાર્ટ
LED લાઈટિંગ
IRCTC નો રોલ
સૂત્રો પ્રમાણે IRCTC પાસે કોચની અંદર અને બહાર જાહેરાત કરી શકવાના અધિકારો રહેશે.
આ ઉપરાંત સ્ટ્રક્ચરલ સેફ્ટીને છેડછાડ કર્યા વિના અંદરથી મોડિફાય પણ કરી શકશે.
એક વર્ષ માટે ટિકિટ બુકિંગ માટે રેલ્વેનું વેબ પોર્ટલનો ઉપયોગ કરી શકશે અને આ બે ટ્રેનોની રેવન્યુ માટે અલગથી અકાઉન્ટ મેઇન્ટેઇન કરાશે.
રેલ્વે બોર્ડે આ સાથે IRCTCને પોતાનું અલગથી ટિકિટિંગ સિસ્ટમ બનાવવાની પણ સલાહ આપી છે.
તેજસ ટ્રેનમાં 18 કોચ હશે
આ બંને ટ્રેનોમાં 18 કોચ હશે પરંતુ IRCTCને એક વર્ષ સુધી ઓછામાં ઓછાં 12 કોચની જ પરમિશન આપવામાં આવશે. આ ટ્રેનોમાં ડિપોઝીટ પણ આપવાની રહેશે. દરેક ટ્રિપ સાથે ટ્રાન્સપોર્ટેશનનું ભાડુ વસુલવામાં આવશે.
દુર્ઘટનાની સ્થિતિમાં દાવો કરી શકાશે
રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોઇ પણ દુર્ઘટનાની સ્થિતિમાં તેજસ ટ્રેનમાં મુસાફરોને રેલવેના મુસાફરોની માફક જ સારવાર આપવામાં આવશે. દુર્ઘટના થવા પર મુસાફરો રેલવેના નિયમો અંતર્ગત દાવો કરી શકશે. દુર્ઘટના-અકસ્માત સંબંધિત દાવો કરવાનો અધિકાર રહેશે. દુર્ઘટનાની સ્થિતિમાં રેલવે સુવિધાઓ અને વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરાવશે.
તેજસ એક્સપ્રેસે દેખાડી હતી પોતાની સ્પીડ
આ ટ્રેનના ઉદ્ઘાટન વખતે 24 મે 2017ના રોજ મુંબઈના CSTથી ગોવાના કર્માલી સુધી દોડાવાઈ હતી. આ 552 કિ.મીનું અંતર તેણે 8 કલાક 30 મિનિટમાં કાપ્યું હતું. જ્યારે 2 માર્ચ 2019ના રોજ PM મોદીએ ચેન્નઈથી મદુરાઈ દોડવા માટે તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. જેનું 497 કિમીનું અંતર 6 કલાક 30 મિનિટમાં કાપ્યું હતું. આમ જોવા જઈએ તો આગામી સમયમાં જો અમદાવાદ-મુંબઈ (બોરીવલી) વચ્ચેનું આશરે 470 કિ.મીનું અંતર આશરે 6 કલાકમાં તેજસ એક્સપ્રેસ કાપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તેજસ દેશની પ્રથમ એવી ટ્રેન છે જે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે એકદમ યોગ્ય છે. તેજસ એક્સપ્રેસના દરેક ડબ્બાને બનાવવામાં રેલવેએ 3.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. તેજસ એક્સપ્રેસ દેશમાં શરૂ થનારી પ્રથમ એવી ટ્રેન હશે જેમાં સ્વસંચાલિત પ્લગ ટાઈપ દરવાજા લગાવંવામાં આવ્યા છે. એટલે કે, ચાલુ ટ્રેન દરમિયાન દરવાજા નહીં ખુલે ટ્રેન જ્યારે ઉભી રહેશે ત્યારે જ ખુલી શકશે.