અમદાવાદ / AMCની ત્રણ વર્ષમાં પિરાણા ડમ્પીંગ સાઇટ દૂર કરવાની જાહેરાત હવામાં તીર

Ahmedabad Mount Pirana will be levelled in 4 years

અમદાવાદમાં કચરો ઠાલવવાની પિરાણા ગામમાં જે સાઇટ પર કચરાનો ૨૦૦ ફૂટ ઉંચો ઢગ થયો છે તેને હુલામણા નામ માઉન્ટ પિરાણા તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં પિરાણાની સાઇટની મુલાકાત લીધા પછી જ તેના કદ અને ભયાનકતાનો ખરો અંદાજ આવે છે. આ સાઇટની આસપાસના સેંકડો મીટર વિસ્તારમાં સડાની દુર્ગંધ આવે છે, આસપાસના ગામો વારંવાર રોગચાળાનો ભોગ બને છે. આસપાસનું ભુગર્ભજળ પ્રદુષિત થયુ છે. પર્યાવરણને ભયંકર હાનિ પહોંચાડતું ઉદાહરણ માઉન્ટ પિરાણાએ પુરુ પાડ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ