અમદાવાદ / સાબરમતી સેન્ટ્રલ જેલ બની કોલ સેન્ટર, મોબાઇલ મળી આવતાં તંત્રની કામગીરી પર સવાલ

Ahmedabad: Mobile Phone Caught in Sabarmati Central Jail

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ જે સુરક્ષાની દ્રષ્ટિએ પ્રખ્યાત છે. પણ હવે આ જેલ કોલસેન્ટર બની ગઈ છે. કારણ કે અહીં કેદીઓ પાસેથી વારંવાર મોબાઈલ મળી આવવાની ઘટના બની રહી છે. ત્યારે વધુ એક વાર જેલ તંત્ર વિવાદમાં આવ્યું છે. જેલમાંથી બે મોબાઈલ મળી આવ્યાં છે. આ મામલે ઝડતી સ્ક્વોડે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે રાણીપ પોલીસ હવે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ