Ahmedabad: Minister of State for Home Affairs Harsh Sanghvi tweeted about the murder of a Maldhari youth in Dhandhuka
ગંભીરતા /
ધંધુકામાં માલધારી યુવકની હત્યા મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, પરિવારને આપી ખાતરી
Team VTV06:03 PM, 27 Jan 22
| Updated: 06:14 PM, 27 Jan 22
યુવકે સોશિયલ મીડિયામાં ધર્મ વિરુદ્ધ વિવાદીત પોસ્ટ કરી હતી જે બાદ અદાવતમાં હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તારણ છે, હાલ 2 શંકાસ્પદ આરોપીને પોલીસે ઝબ્બે કર્યા છે
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની હત્યાનો મામલો
હર્ષ સંઘવીએ ટ્વિટ કરી ન્યાયની આપી ખાતરી
વહેલી સવારથી ધંધુકા આજે સજ્જડ બંધ
અમદાવાદના ધંધુકામાં માલાધારી યુવકના હત્યાને લઈને ભારે રોષનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ એકશનમાં આવી ગઈ હતી. જેથી પોલીસે આ મામલે હત્યાને અંજામ આપનારા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલાની ગંભીરતાને સમજી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે.
હર્ષ સંઘવીએ ઝડપથી ન્યાયની ખાતરી આપી
ગૃહ રાજ્ય મંત્રીએ ટ્વિટ કરી લખ્યું છે કે અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.
આવતીકાલે રાણપુર શહેર બંધનું એલાન
ધંધુકામાં કિશન નામના યુવાનની હત્યા મામલે આવતીકાલે રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે.રાણપુર તાલુકા હિન્દુ સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે.આવતીકાલે મૌન રેલી યોજી મામલતદારને આવેદન આપવામાં આવશે.સવારે 11 વાગ્યે માર્કેટયાર્ડથી રેલી યોજાશે.ધંધુકામાં કિશન નામના યુવાનની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી.ધાર્મિક વિવાદિત પોસ્ટને કારણે ચોક્કસ લોકોમાં રોષ હતો.જેની અદાવત રાખી કિશન પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.જેમાં કિશનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું
વિવાદીત પોસ્ટના કારણે થઈ હત્યા?
યુવકની હત્યાને લઈ પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે થોડા દિવસ પહેલા મૃતક કિશને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી.જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. કારણકે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી. જોકે બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા. પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો પરંતુ ગઈકાલે તે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હતી.
અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.
ધંધુકામાં અજંપા ભરી સ્થિતિ
હત્યાના બનાવને લઈને સમગ્ર ધંધુકા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. લોકોમાં ક્યાંકને ક્યાંક રોષનો માહોલ ફેલાયો હતો. ધંધુકાના રોડ રસ્તા સવારથી આજે સમૂસામ જોવા મળ્યા હતા. જાણેકે અહીયા ફરીથી લોકડાઉન લાગી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.. સાથેજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 3 દિવસમાં જો આરોપીઓ નહી ઝડપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.
અદાવતમાં મોકાનો લાભ લઈ હત્યા
યુવકની હત્યાને લઈ પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે થોડા દિવસ પહેલા મૃતક કિશને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી.જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. કારણકે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી. જોકે બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા. પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો પરંતુ ગઈકાલે તે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હતી.
વહેલી સવારથી ધંધુકા આજે સજ્જડ બંધ
આજે વહેલી સવારથી જ ધંધુકા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેને લઈને જિલ્લાનું પોલીસતંત્ર હરકતમાં આવી ગયું હતું. અને ધંધુકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકા ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા અને તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા હતાં. જેમણે આવતાની સાથેજ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ ઘટના બનતા જ આવી એક્શનમાં
ઉલ્લેખનીય છે કે મૃતકન યુવકની હત્યાને પગલે મામલો ઉગ્ર બન્યો હતો. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો રોષે ભરાયા જોકે પોલીસે આગેવાનો ની મદદ લઇ મામલો થાળે પાડ્યો. સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠક થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો અને હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ કરવાનું પોલીસે આયોજન કર્યું. જોકે હાલ તો પોલીસે 2 શંકાસ્પદ હત્યારાઓને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.