બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'ધીમે ચલાવ, સાંભળવું ખટક્યું' અમદાવાદમાં કાર ચાલકે રોડ પર જતાં વિદ્યાર્થીને છરી હૂલાવી
Last Updated: 10:34 PM, 11 November 2024
અમદાવાદમાં બે બાઇક સવાર વિદ્યાર્થીઓને કાર ચાલકને ટોકવાનું ભારે પડ્યું. ગુસ્સે ભરાયેલા કાર ચાલકે પહેલા બંને વિદ્યાર્થીઓનો થોડાક અંતર સુધી પીછો કર્યો, પછી તેમને રસ્તામાં રોક્યા અને એક યુવકની ચાકૂ મારીને હત્યા કરી નાખી.
ADVERTISEMENT
A student from MICA College, Piyansu Jain, originally from Uttar Pradesh, lost his life in a shocking incident near Bopal Fire Station in Ahmedabad. The car driver, who fled the scene, stabbed Jain to death following a quarrel over driving speed.#Justice #MICAStudentKilled #Ahm pic.twitter.com/djgOz3FSqQ
— Ahmedabad Mirror (@ahmedabadmirror) November 11, 2024
કાર ધીમી ચલાવાનું કહેતાં છરી હૂલાવી
ADVERTISEMENT
આ સમગ્ર મામલો અમદાવાદના બોપલ વિસ્તારનો છે. રવિવારે રાત્રે બાઇક સવાર પ્રિયાંશુ જૈન તેના મિત્ર પૃથ્વીરાજ મહાપાત્રા સાથે દરજી પાસે ગયો હતો. રાત્રે લગભગ 10.30 વાગે પરત ફરતી વખતે એક ઝડપી કારે તેઓને રોડ પરથી અડફેટે લીધા હતા. આ જોઈને પ્રિયાંશુએ બૂમ પાડી અને ડ્રાઈવરને કાર ધીમે ચલાવવા કહ્યું. આ સાંભળીને કાર ચાલક ગુસ્સે થઈ ગયો અને થોડે દૂર ગયા પછી તેણે કાર પાછી ફેરવી અને પ્રિયાંશુની બાઇકનો પીછો કરવા લાગ્યો. એક જગ્યાએ તેણે બાઇકની આગળ કાર રોકીને તેમનો રસ્તો બંધ કરી દીધો હતો. પહેલા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, આરોપ છે કે ત્યારબાદ કારમાં સવાર યુવકોએ પ્રિયાંશુ પર ચાકુ વડે અનેક વાર હુમલો કર્યો અને કાર સહિત ત્યાંથી ભાગી ગયો.
પ્રિયાંશુ જૈન યુપીના મેરઠનો રહેવાસી
ગંભીર રીતે ઘાયલ પ્રિયાંશુને પહેલા સરસ્વતી હોસ્પિટલમાં અને પછી ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રિયાંશુ યુપીના મેરઠનો રહેવાસી છે, તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી છે. સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વૃદ્ધોને મળશે રાહત / ગુજરાતની આ મનપા વડીલો માટે શરૂ કરશે 'અવસર' યોજના, ઘરે બેઠા મળશે સેવાઓ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.