બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ મેટ્રો ટ્રેનના મુસાફરો માટે કામના સમાચાર, શનિવારે આ રૂટ પર બંધ રહેશે મેટ્રો સર્વિસ
Last Updated: 09:13 PM, 17 April 2025
આગામી તા.19 એપ્રિલના રોજ સવારે 8 થી 12:30 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશે. હાલમાં, અમદાવાદ અને ગાંધીનગર (સેક્ટર-1/ગિફ્ટ સિટી) વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 8 થી રાત્રિના 8:14 કલાક સુધી કાર્યરત છે.
ADVERTISEMENT
19 એપ્રિલના રોજ સવારે 8 થી12:30સુધી ગાંધીનગર રૂટની મેટ્રો બંધ રહેશે
ADVERTISEMENT
કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) તા.19 એપ્રિલના રોજ સવારે 8 થી બપોરે 12:30 વાગ્યા સુધી ગાંધીનગર રૂટ (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય/ગિફ્ટ સિટી)નું નિરીક્ષણ કરશે. મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ એટલા સમય સુધી સ્થગિત રહેશે. ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની બધી ટ્રેનો હાલના સમયપત્રક મુજબ દોડશે. તા.19 એપ્રિલના રોજ પહેલી ટ્રેનનો પ્રસ્થાન સમય સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમનો 12:58 કલાકે રહેશે અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 નો સમય 13:12 કલાકનો રહેશે. અમદાવાદમાં ટ્રેન સેવાઓ (વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMC થી મોટેરા સ્ટેડિયમ) રાબેતા મુજબ જ રહેશે.
આ પણ વાંચો: નબીરાઓ બેફામ! BMW કારે ઈકોને મારી જબરદસ્ત ટક્કર, જુઓ કંપાવતા CCTV
મેટ્રોની આવકમાં 2 ગણો વધારો
સામાન્ય દિવસ કરતા IPL મેચના કારણે અમદાવાદ મેટ્રોની આવકમાં 2 ગણો વધારો થયો છે. અત્રે જણાવીએ કે, મેચને લઈ મેટ્રોના સમયમાં ફેરફાર કરી સમય લંબાવવામાં પણ આવ્યો હતો. ત્યારે અમદાવાદ મેટ્રોને IPLની મેચો ફળી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025ની ડે-નાઇટ મેચોને લઇને GMRCએ અમદાવાદ મેટ્રો ટ્રેન સેવા સવારના છ વાગ્યાથી રાત્રિના 12.30 વાગ્યા સુધીનો કરી છે. હાલમાં આ સેવા સવારના 6.20 થી રાત્રિના 10 વાગ્યા સુધી છે, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચોને ધ્યાનમાં લઇ સમય સવારના 6 થી રાત્રિના 12.30 સુધીનો કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.