બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રિક્ષા ચાલકો મીટર લગાવી દેજો, નહીંતર થશે મસમોટો દંડ, પોલીસે લીધો મોટો નિર્ણય

અમદાવાદ / રિક્ષા ચાલકો મીટર લગાવી દેજો, નહીંતર થશે મસમોટો દંડ, પોલીસે લીધો મોટો નિર્ણય

Last Updated: 02:14 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rickshaw Meter : અમદાવાદ મીટર વગરની રીક્ષા હશે તો થશે કાર્યવાહી, આ તારીખથી મીટર વગર જોવા મળતી રીક્ષા ચાલકને આપવામાં આવશે દંડ, રીક્ષા ચાલકો ભાડુ વધુ વસલતા હોવાની ફરિયાદ બાદ પોલીસની જાહેરાત

Ahmedabad Rickshaw Meter : અમદાવાદમાં રિક્ષાચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. વિગતો મુજવ 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાએ દંડ ભરવો પડશે.

મહત્વનું છે કે, રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ ઉઠી હતી. આ તરફ હવે મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરવી પડશે. જેને લઈ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકોને મીટર લગાવવા અપીલ કરી તો સાથે ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવાની પણ જાહેરાત કરી છે.

અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. વિગતો મુજબ મીટર વગરની રિક્ષા હશે તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. 1 જાન્યુઆરીથી મીટર વગરની જોવા મળતી રિક્ષા ચાલકને દંડ અપાશે. રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ તરફ હવે મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરવી ફરજિયાત બનશે.

વધુ વાંચો : હવેથી નિયમ ભંગ કરનારનો વીડિયો કેપ્ચર થશે, કરાયું ડેશકેમ પ્રોજેક્ટનું લોન્ચિંગ, ચેતીને રહેજો!

નોંધનિય છે કે, RTOમાં મીટર સાથે રજીસ્ટ્રેશન થાય છે તેમ છતાં રિક્ષા ચાલક મીટર નથી લગાવતા. જેને લઈ પોલીસ કમિશનર જી.એસ.મલીકના આદેશ બાદ હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad traffic police Ahmedabad Rickshaw Meter rickshaw meter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ