બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad meghaninagar balaram thavani and child murder case police inactive

સવાલ / અમદાવાદમાં બની 2 મોટી શરમજનક ઘટના, પોલીસને નથી પડી રહ્યો કોઈ ફરક?

vtvAdmin

Last Updated: 12:23 PM, 7 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી આરોપીઓ બેફામ રીતે ફરી રહ્યા છે. ત્યારે હવે મેઘાણીગનરમાં 20 દિવસીની બાળકીની બુટલેગરે ઘરમાં ઘુસીને હત્યા કરી છે. આ મામલે પોલીસ દ્વારા માત્ર તપાસ કરવામાં આવી છે. જોકે પોલીસે અત્યાર સુધી માત્ર 2 આરોપીની ધરપકડ કરી છે.

 

મહત્વનુ છે કે, આ પહેલા ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર માર્યો હતો. આ ઘટનાના 18 કલાક બાદ મહિલા અને થાવાણી વચ્ચે સમાધાન થયુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. તેમ છતા પોલીસ દ્વારા ફરિયાદી બનીને કાર્યવાહી કરવામાં આવી નથી.  

મેઘાણીનગર પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી.સરવૈયા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બન્ને ઘટનાઓ બાદ પોલીસ ઈન્સપેક્ટર પી.બી.સરવૈયા ઉંઘમાં હોય તેવુ લાગી રહ્યુ છે. શું પી.બી.સરવૈયા પોલીસ સ્ટેશનમાં જતા નથી. આ પ્રકારની ઘટનાઓ બાદ તેઓ કેમ કાર્યવાહી કરતા નથી. આ પોલીસ સ્ટેશન ડીસીપી નિરજ બડગુજરના હેઠળ આવે છે. ડીસીપી નિરજ બડગુજર માત્ર પત્રકાર પરિષદમાં રસ ધરાવતા હોય તેવુ લાગે છે. તેઓ દર કેસમાં જવાબદાર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપે છે. તેમ છતા કોઈ પણ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

VTVના ગંભીર સવાલ:

  • મેઘાણીનગર પોલીસ ઈન્સપેક્ટર પી.બી સરવૈયા કેમ ચુપ છે?
  • આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં ઈન્સપેક્ટર નિષ્ફળ?
  • કેમ PI સરવૈયા આરોપીઓને પકડી શકતા નથી?
  • શું PI સરવૈયાને રાજકીય દબાણ કરવામાં આવે છે?
  • PI સરવૈયાની આરોપીઓ સાથે મિલિભગત છે?
  • PI બાદ DCP બડગુજર પણ કેમ કાર્યવાહી કરતા નથી?
  • DCP બડગુજરને કોનો ડર લાગે છે?
  • કાર્યવાહી કરવામાં પોલીસ કેમ નિષ્ફળ સાબિત થાય છે?

શું છે સમગ્ર ઘટના: 

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે બુટલેગરોએ આતંક મચાવ્યો હતો. જેમાં 20 દિવસની એક બાળકીનો ભોગ લેવાયો છે. બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઈની ચાલીમાં ઘરમાં ઘુસી મહિલાઓને માર માર્યો હતો. બાળકીને માથામાં ધોકો મારતા તેનું મોત નીપજ્યું હતું. 

 

ઘટના બાદ લોકોના ટોળે ટોળા મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માંગ કરી હતી. જો કે મેઘાણીનગર પોલીસે પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે રજુઆત કરવા આવેલા લોકો પર સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો. 

મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સતીશ પટણી અને હિતેશ મારવાડી નામના શખ્સની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓ ને પકડવા અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરાઇ છે. બાળકીના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat police Gujarati News ahemdabad child murder Question
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ