યાત્રીગણ કૃપયા ધ્યાન દે...! મણીનગર રેલવે સ્ટેશન આ કારણે બની જશે હવે ભૂતકાળ

By : kavan 10:33 PM, 21 August 2018 | Updated : 10:50 PM, 21 August 2018
અમદાવાદઃ મણીનગર રેલ્વે સ્ટેશન હવે બની જશે એક ઈતિહાસ. કેમ કે બુલેટ ટ્રેનનાં રૂટમાં મણિનગર રેલ્વે સ્ટેશન વચ્ચે આવતું હોવાંથી મણીનગર રેલ્વે સ્ટેશન તોડી પડાશે. મણિનગર રેલ્વે સ્ટેશન પર જ બુલેટ ટ્રેનનાં કોરિડોર પિલ્લર બનશે. જેથી હવે મણિનગર રેલ્વે સ્ટેશનને અન્ય સ્થળે ખસેડાશે. આ પિલરને કારણે આખું રેલ્વે સ્ટેશન તૂટશે. અમદાવાદનાં મણિનગર રેલ્વે સ્ટેશન પર જ બુલેટ ટ્રેનનાં કોરિડોર પિલ્લર બનશે. 

આપને જણાવી દઇએ કે, અમદાવાદથી વટવા વચ્ચે ત્રીજો ટ્રેક પણ બનશે. મણિનગર રેલ્વે સ્ટેશનની પૂર્વની બાજુએ ઝુંપડપટ્ટીઓ હટાવીને ત્યાં વિસ્તરણ કરાશે. રેલ્વે સ્ટેશન ખસેડવા રેલ કોર્પોરેશનને તેમની ડિઝાઇન પણ રેલ્વેને સુપરત કરી દીધી.

રેલ્વે સ્ટેશનને નવું બનાવવા માટે કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા બજેટ ફાળવવમાં આવશે. મણિનગર રેલ્વે સ્ટેશનને 24 કોચની ટ્રેન ઉભી રહે તેવી ક્ષમતાવાળું પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું. ટ્રેન અમદાવાદથી મુંબઇ વચ્ચેનું 508 કિ.મીનું અંતર અઢી કલાકમાં કાપશે. ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કોસ્ટ અંદાજીત રૂ.125 કરોડની આસપાસ છે. સરકારનું આગામી વર્ષ 2022 સુધીમાં આ ટ્રેનને દોડાવવાનું આયોજન છે. પરંતુ વર્ષ 2025 સુધી બુલેટ દોડતી થઇ જશે. જેનું ભાડું 2500થી 3000ની આસપાસ રહેશે. એક ટ્રીપમાં 700 પેસેન્જરની ક્ષમતા રહેશે. જો કે એજન્સી જાપાનીઝ 56 ડ્રાઇવરોની નિમણૂંક પણ કરાશે. ભરતી કરેલાં 360 કર્મચારીઓને જાપાનમાં સ્પેશિયલ ટ્રેનીંગ અપાશે. 

અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પ્રસ્તાવિત કોરિડોરનું કામ મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ (BKC)થી શરૂ થઇને અમદાવાદનાં સાબરમતી રેલ્વે સ્ટેશન પર પૂર્ણ થઇ જશે. આ ટ્રેન 320 સેકન્ડમાં 320 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી લેશે. વ્યસ્ત સમયમાં ત્રણ ટ્રેન અને ઓછાં વ્યસ્ત કલાકોમાં બે ટ્રેનો ચલાવવાની યોજના છે. આ ટ્રેનોમાં કેટલીક ટ્રેનો નક્કી કરેલાં સ્ટેશનો પર ઉભી રહેશે જ્યારે કેટલીક ટ્રેનો મુંબઈ અને સાબરમતી વચ્ચેનાં દરેક સ્ટેશનો પર ઉભી રહેશે.Recent Story

Popular Story