બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફૂટ્યો પ્રેમ પરપોટો! અમદાવાદમાં પતિએ પત્નીને છરીથી વીંધી નાખી, સાળાને મોકલ્યાં 'પુરાવા'
Last Updated: 03:14 PM, 6 October 2024
આડા-સંબંધો કે શકમાં હત્યાના બનાવ વધી રહ્યાં છે. વહેમ પડે પછી પાર્ટનર બધું ભૂલી જાય છે અને પશુની માફક ક્રૂર બની જાય છે. બેવફાઈની શંકાએ એક પત્નીને પતિને હાથે ભૂંડી રીતે મરવાનો વારો આવ્યો. આ સનસનાટી મચાવતી ઘટના અમદાવાદમાં બની છે.
ADVERTISEMENT
નારોલમાં અનુષ્ઠાન બંગલામાં મહિલાનું ખૌફનાક મર્ડર
પ્રેમલગ્નમાં હંમેશા સુખ જ મળે તેવું નથી, મોટેભાગે તો દુખ જ ભાગ્યે લખાયેલું હોય છે. અમદાવાદના નારોલમાં અનુષ્ઠાન બંગલામાં રહેતા નિલેશ શાહ નામના એક શખ્સે તેની પત્ની સ્વાતીની છરીના 20 ઘા મારીને હત્યા કરી નાખી હતી અને 3 બાળકોને નોંધારા કરી મૂક્યાં હતા. નિલેશને શક હતો કે સ્વાતીને ખાનગીમાં કોઈની સાથે આડોસંબંધ છે અને અવારનવાર તેમની વચ્ચે ઝગડા થતાં હતા અને એક દિવસ આવેશમાં તેણે પત્નીને છરીના ઘા ઝીંકી દીધાં હતા.
ADVERTISEMENT
હત્યા કરીને સાળાને સમાચાર આપ્યાં
નારોલ પોલીસે કહ્યું કે હત્યા કર્યાં બાદ નિલેશે એમપીના ઈન્દોરમાં રહેતા તેના સાળાને ફોન કરીને તેની બહેનની હત્યાના સમાચાર આપ્યાં હતા. નારોલ પોલીસ ઈન્સ્પેક્ટર પીસી દેસાઈએ જણાવ્યું હતું કે શુક્રવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને શનિવારે પતિની ધરપકડ કરવામાં આવી હતી. શાહને તેની પત્ની સ્વાતિના ચારિત્ર્ય પર શંકા હતી અને તેણે છરીના ઘા મારીને હત્યા કરી હતી.
નિલેશ-સ્વાતીએ કર્યાં હતા પ્રેમલગ્ન
નિલેશ અને સ્વાતિના પ્રેમ લગ્ન થયા હતા, જે 14 વર્ષ સુધી ચાલ્યા હતા. ફરિયાદી, મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી, 24 વર્ષીય ભૂપેન્દ્ર પરાસરે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે તેની બહેન સ્વાતિએ અમદાવાદના રહેવાસી શાહ સાથે લગ્ન કર્યા હતા અને તે પ્રેમ લગ્ન હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે લગ્નના 14 વર્ષમાં દંપતીને બે પુત્રીઓ સહિત ત્રણ બાળકો થયા. સ્વાતિના પિતા નિવૃત્ત પોલીસ અધિકારી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે શાહ ઘણીવાર સ્વાતિના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેના કારણે અવારનવાર દલીલો અને ઝઘડા થતા હતા.
વધુ વાંચો : VIDEO : છોકરીએ જાહેર રોડ પર યુવાનોના ગ્રુપને મોજ-મજા કરાવી દીધી, વાયરલ થયો વીડિયો
પપ્પાએ છરી વડે મમ્મીને મારી નાખી-આરાધ્યાએ મામાને કહ્યું
સાળાએ પોલીસમાં લખાવેલી ફરિયાદમાં કહ્યું કે શુક્રવારે સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ શાહે મને ફોન કર્યો અને કહ્યું, 'મેં તારી બહેનની હત્યા કરી છે'. શરૂઆતમાં મને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે, પરંતુ તેણે આગ્રહ કર્યો કે તે સાચું છે, તે પછી તેણે બાળકો સાથે વાત કરાવવાનો આગ્રહ કર્યાં ત્યારે આરાધ્યાએ કહ્યું, "મામા, પપ્પાએ મમ્મીને છરી વડે મારી નાખી છે, જલદી આવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.