બિજલ પટેલ બન્યા અમદાવાદના નવા મેયર, ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણી

By : krupamehta 08:42 AM, 14 June 2018 | Updated : 10:40 AM, 14 June 2018
અમદાવાદ: અમદાવાદના વર્તમાન મેયરની અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોવાથી આજે મળનાર બોર્ડની સામાન્ય સભામાં નવા મહિલા મેયરની વિધિવત વરણી થઇ ગઇ છે. અમદાવાદના મેયર તરીકે બિજલ પટેલની જાહેરાત થઇ છે. જે પાલડીના કોર્પોરેટ છે. જ્યારે દિનેશ મકવાણાની ડે.મેયર તરીકે વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહની વરણી કરાઇ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને બનાવવામાં આવ્યા છે. 

અમદાવાદ સહિત સુરત, રાજકોટ, ભાવનગર મહાપાલિકાઓને પણ નવા મેયર મળશે. 2019ની ચૂંટણીને ધ્યાને રાખી મેયરોના નામ પસંદ કરવામાં આવશે. જ્ઞાતિગત સમિકરણોને આધારે પદ નક્કી કરવામાં આવશે. મજબૂત વહીવટી કુશળતા ધરાવતા કોર્પોરેટરને પણ સ્થાન મળશે.  

ગુજરાતમાં થયેલા જાતિવાદ આંદોલનો અને એના કારણે ઊભા થયેલા વાતાવરણના કારણએ મોવડી મંડળ જ્ઞાતિજાતિના સમીકરણો બેસાડવા કવાયત હાથ ધરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે આ વખતે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે, કેટલાક  જ્ઞાતિ  સમાજના આગેવાનો તેમના સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી રજૂઆત કે દબાણ કરી રહ્યા છે. બ્રાહ્મણ મેયર હોય તો પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પટેલ મેયર બને તો ઓબીસીમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બને તેવું સમીકરણ ચાલી રહ્યું છે.
 Recent Story

Popular Story