બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના માધુપુરામાં 200 વર્ષ જૂનું અંબાજી માતાનું મંદિર, દર્શન માત્રથી પૂરી થાય છે ભક્તોની માનતા
Last Updated: 06:02 AM, 19 January 2025
અમદાવાદના માધુપુરામાં અંબાજી માતાનુ મંદિર આવેલુ છે.આશરે 200 વર્ષ પહેલાં કપડવંજના નરભેરામ પ્રભુરામ ભટ્ટ નામના ઘીના વેપારીએ કપડવંજમાં મૂર્તિ વેચવા આવેલા શિલ્પકાર પાસેથી ઘીના 17 ઘડાના બદલે મૂર્તિઓ લીધી હતી. શિલ્પકાર પાસેથી મૂર્તિ લીધા બાદ નરભેરામે ઘર સહિતનો તમામ સામાન વેચી અમદાવાદ નીકળ્યા હતા અને અમદાવાદ આવ્યા બાદ માધુપુરામાં મંદિર બનાવી માતાજીની સ્થાપના કરી હતી. અમદાવાદના દિલ્હી દરવાજાથી શાહીબાગ જતા રસ્તામાં માધુપુરા ગામમાં અંબે માતાજીનું પ્રાચીન મંદિર આવેલુ છે. આશરે 200 વર્ષ પહેલાં કપડવંજના નરભેરામ પ્રભુરામ ભટ્ટ નામના ઘીના મોટા વેપારીએ તે જમાનામાં ચાલતી વિનિમય પ્રથા પ્રમાણે એક શિલ્પકાર પાસેથી અંબાજી માતાની મૂર્તિ ઘીના ભારોભાર જોખીને લીધી હતી. અને અમદાવાદના માધુપુરા વિસ્તારમાં માતાજીની સ્થાપના કરી મંદિર બનાવ્યુ. દર રવિવાર, પૂનમ, આસો સુદ નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ દરમ્યાન અંબાજી મંદિરે ભાવિકોનુ માનવ મહેરામણ ઉમટી પડે છે. નવરાત્રિ દરમ્યાન માતાજીના અનેક સ્વરૂપના દર્શન થાય છે.
ADVERTISEMENT
દર્શન કરો માધુપુરાના મા જગદંબાના
ADVERTISEMENT
અંબાજી મંદિરે ભાવિકોને અતૂટ આસ્થા છે અને એટલે જ દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માતાજીના મંદિરે આવી માનતા માને છે. માં અંબે તેના ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવે છે. લોકો યુએસ, કેનેડા જવા માટે પણ માનતા માને છે.અને માનતા પૂરી થાય ત્યારે મંદિરે આવી પ્રસાદ ચડાવે છે. માતાજીમાં આતૂટ શ્રદ્ધા ધરાવતા ઘણા ભાવિકો માતાજીના દર્શને વર્ષોથી નિયમિત મંદિરે આવે છે અને માતાજીના દર્શન કરી મંદિરમાં સેવા પણ આપે છે. જેમના લગ્ન ના થતા હોય, જે દંપતિના ઘરે પારણુ ના બંધાયુ હોય તે ભક્તો માતાજીના શરણે આવી માનતા માને છે અને માતાજી એમની માનતા પૂરી પણ કરે છે. ભક્તો અતૂટ શ્રધ્ધા સાથે દર રવિવારે માતાજીના દર્શને આવી માતાજીના દર્શન કરી ધન્ય થાય છે અને શાંતિનો અહેસાસ કરે છે.
આ પણ વાંચો: ગઢડાના મેલડી માંએ પૂર્યા પરચા, સાચી આસ્થા રાખતા 250 વર્ષ પહેલા નીકળ્યું હતું કુવામાંથી પાણી
ભાવિકોને છે અતૂટ આસ્થા
મંદિરે વિવિધ ઉત્સવો હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી, પૂનમ, શિવરાત્રી,ગૌરી વ્રત જેવા અનેક ધાર્મિક પ્રસંગો અંબાજી મંદિરમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શનાર્થે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. હજારો ભક્તો પોતાના પરિવાર સાથે માના દર્શને આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અને આનંદની લાગણી અનુભવે છે. અંબાજીના મંદિરમાં ભાવિકોની શ્રદ્ધા વિશેષ છે. ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. મોટી સંખ્યામા મંદિરે ભક્તો આવે છે.ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરનારને વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. માતાજી આગળ વર્ષોથી ઘીના બે અખંડ દીવા પ્રગટે છે. માધૂપુરા વિસ્તાર અને દૂર દૂરથી દર્શનાર્થી અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.