બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નીજ મંદિર પહોંચ્યાં રથ, શાંતિપૂર્ણ રીતે રથયાત્ર સંપન્ન
Last Updated: 09:59 PM, 7 July 2024
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે, આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળ્યા છે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે.
Ahmedabad Jagannath 147th Rath Yatra Live Update
રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન
July 07, 2024 21:58
અમદાવાદમાં નીકળેલી 147મીં રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે.ત્રણેય રથ નીજ મંદિરના પ્રાંગણમાં પરત ફર્યા છે. આજની રાત ભગવાન જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરાવાશે નહીં.આવતી કાલે સવારે આરતી બાદ ભગવાનને નીજ મંદિરમાં પ્રવેશ કરાવાશે.
મહંત દિલીપદાસજી મહારાજ મંદિર પહોંચ્યા
July 07, 2024 20:41
જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ નિજ મંદિર પરત પહોંચ્યા છે. થોડાક જ સમયમાં ત્રણેય રથ નીજ મંદિર પહોંચશે.
રથયાત્રામાં 35 લોકોએ 108 ઈમરજન્સીની મદદ લીધી
July 07, 2024 19:46
રથયાત્રા દરમ્યાન અનેક લોકો બેભાન થઈ જવા, પેટનો દુઃખાવો તેમજ ઝાડા ઉલ્ટીનાં અનેક કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં મેડીકલનાં 5 કેસ, પડી જવાનાં 1 કેસ, બેભાન થવાનો 21 કેસ, 1 આંચકીનો કેસ, પેટમાં દુઃખાવાનો 2 કેસ, ઝાડા ઉલ્ટીનાં 4 કેસ, સ્ટ્રોકનાં 1 કેસ નોંધાવા પામ્યો છે.
રથ શાહપુરથી આગળ નીકળ્યા
July 07, 2024 19:23
રથ શાહપુરથી આગળ નીકળ્યા, ભગવાનનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
રથ દિલ્હી ચકલા પહોંચ્યા
July 07, 2024 18:54
ભગવાન જગન્નાથનો રથ થોડી વારમાં નિજ મંદિર પહોંચશે. ત્યારે હાલ ભગવાનનો રથ દિલ્હી ચકલા પહોંચ્યો છે. જ્યાં ભક્તોએ ઉમળકા ભેર રથનું સ્વાગત કર્યુ હતું.
ભગવાન જગન્નાથજીનો રથ દરિયાપુર પહોંચ્યો
July 07, 2024 18:26
ભગવાન જગન્નાથજીનો રથ દરિયાપુર પહોંચ્યો છે. જ્યાં ભગવાનની આરતી ઉતારવામાં આવી છે. તેમજ બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્રનો રથ પણ થોડીવારમાં દરિયાપુર પહોંચશે.
રથયાત્રા કાલુપુર પહોંચી
July 07, 2024 17:59
રથયાત્રા તેનાં નિયત સમય કરતા બે કલાક મોડી ચાલી રહી છે. ત્યારે હાલ રથ કાલુપુર પહોંચ્યા છે.
રથયાત્રા રૂટ પર એમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો
July 07, 2024 17:00
રથયાત્રા દરિયાપુર પોલીસ મથક પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ફસાઈ જવા પામી હતી. ત્યારે તાત્કાલીક સ્વયં સેવકો દ્વારા એમ્બ્યુલન્સને રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો.
દરિયાપુરમાં રથનું સ્વાગત કરશે
July 07, 2024 16:28
દરિયાપુરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું તેમજ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરાશે
રથ સરસપુર થી નીકળી ગયા
July 07, 2024 16:24
સરસપુર માં અખાડા મોડા પડ્યા એમાં રથયાત્રા મોડી ચાલી રહી હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે.
સરસપુરમાં નજર પહોંચે ત્યાં સુધી માનવ મહેરામણ નજરે પડ્યું
July 07, 2024 14:48
સરસપુરમાં નજર પહોંચતાની સાથે જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સરસપુરમાં નજર પહોંચે ત્યાં માનવ મેદની જોવા મળતી હતી.
રથયાત્રા દરમિયાન કેટલા ઈમરજન્સી કોલ 108 ને મળ્યા
July 07, 2024 14:27
રથયાત્રા દરમ્યાન ઈમરજન્સી 108 ને કુલ 13 ઈમરજન્સી કોલ મળ્યા હતા. જેમાં 4 લોકો સારવાર આપવામાં આવી હતી. તેમજ 1 વ્યક્તિ નીચે પડી જવાનો બનાવ બન્યો હતો. તેમજ બેભાન થવાનાં 3 કેસ, આંચકીનો 1 કેસ, પેટનો દુખાવાનો 1, ઝાડા/ ઉલટીનાં 2 તેમજ સ્ટ્રોકનો 1 કેસ નોંધાવા પામ્યો હતો.
ત્રણેય રથ સરસપુર પહોંચ્યા
July 07, 2024 13:42
ત્રીજો રથ સરસપુર ચાર રસ્તા પહોંચ્યો છે. ત્યારે ત્રણેય રથ સરસપુરમાં એક કલાક જેટલો સમય રોકાશે.
રથયાત્રા ખાડિયા પહોંચી
July 07, 2024 12:30
ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિ,શક્તિ અને ભજનના સંગ ખાડિયા પહોંચી છે
એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો
July 07, 2024 12:25
રથયાત્રા દરમિયાન વચ્ચે એક એમ્બ્યુલન્સ આવી જતાં ફરજ પરના પોલીસ જવાનોએ રસ્તો કરી આપ્યો હતો.
ભાવિક ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા
July 07, 2024 12:15
ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડા ધમધમ્યા છે, ભાવિકો ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા છે. લોકો ભગવાનનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવી રહ્યાં છે.
રાયપુર ચકલા ખાતે ભજન મંડળીઓ પહોંચી
July 07, 2024 11:49
જગન્નાથના રથ કોર્પોરેશનની ઓફિસથી આગળ નીકળી ગયા છે. જ્યારે રાયપુર ચકલા ખાતે ભજન મંડળીઓ પહોંચી છે.
અખાડામાં બાહુબલી!
July 07, 2024 10:46
રથયાત્રાના રંગ VTVને સંગ.
અખાડામાં બાહુબલી! પહેલવાન યુવાનોએ બતાવ્યા કરતબ
ભગવાન જગન્નાથનો રથ ખમાસા પહોંચવા આવ્યો
July 07, 2024 10:35
ગજરાજો રાયપુરથી આગળ વધ્યા છે. હવે ભગવાન જગન્નાથનો રથ ખમાસા પહોંચવા આવ્યો છે.
રામસેના ટેબલોએ આકર્ષણ જમાવ્યું
July 07, 2024 09:55
અમદાવાદમાં ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ થઇ છે. રથયાત્રામાં કોર્પોરેશનના રામસેનાના ટેબલોએ આકર્ષણ જમાવ્યું છે. ટેબ્લો પર રામ, સીતા સહિત રામસેનાની વેશભૂષામાં કલાકારો જોવા મળ્યા. AMC ટેબ્લોમાં રામ-સીતા સાથે વાનરસેનાના વેશમાં યુવાનો આવ્યા છે
કોર્પોરેશન ઓફિસ નજીક પહોંચ્યા ગજરાજ
July 07, 2024 08:21
ગજરાજો અમદાવાદ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા છે, ટ્રકો અને ટેબ્લો પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યાં છે. જેમાં વિશ્વ ગુરુ મોદીના ટેબ્લોવાળો ટ્રક આકર્ષણનો કેન્દ્ર બન્યો છે.
અમદાવાદ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 7, 2024
અમદાવાદ શહેર પોલીસ હાર્દિક સ્વાગત કરે છે@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat pic.twitter.com/6f91hSNfME
રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટ્યું
July 07, 2024 07:54
ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળ્યા છે ત્યારે રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટ્યું છે. ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે
CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રસ્તો કર્યો સાફ
July 07, 2024 07:01
ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદ વિધિ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલ ભગવાન જગન્નાથની પૂજા કરી હતી. જે બાદ તેમણે પહિંદ વિધિ કરી હતી. સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને મુખ્યમંત્રીએ ભગવાનના રથનો દોરડો ખેચ્યો હતો. ભગવાન હવે નગરચર્યા જઈ રહ્યાં છે.
પહિંદ વિધિની તૈયારી શરૂ
July 07, 2024 06:19
નગરજનોને દર્શન આપવા માટે રથમાં જગ્નનાથ બિરાજી ચુક્યા છે. ત્યારે પહિંદ વિધિની તૈયારી શરૂ કરાઈ છે
પહિંદ વિધિ શું છે ?
ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે. પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ થાય છે. પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ,. સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે અને પહિંદ વિધિમાં રથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે. રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરાય છે અને ગુજરાતમાં મુખ્યમંત્રી પરંપરા મુજબ પહિંદ વિધિ કરે છે. મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે. 1990થી અમદાવાદની રથયાત્રમાં પહિંદ વિધિ થાય છે. પુરી રથયાત્રામાં પુરીના રાજા કરે છે પહિંદ વિધિ
રથમાં બિરાજ્યા જગન્નાથન
July 07, 2024 05:42
લોકોના જય જગન્નાથના નાદ વચ્ચે નગરજનોને દર્શન આપવા ભગવાન રથમાં બિરાજ્યા છે
મંદિર પટાંગણમાં ભક્તોનો ઘોડાપૂર
July 07, 2024 05:25
અમદાવાદમાં જગન્નાથ મંદિર પટાંગણમાં ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો, ભક્તજનો જય જગન્નાથ... જય જગન્નાથનો જય જયકારો કરી રહ્યાં છે
નેત્રોત્સવ વિધિ કરાઈ
July 07, 2024 04:44
ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરાઈ છે, હવે થોડી જ વારમાં પહિંદ વિધિ કરવામાં આવશે
તમને જણાવી દઇએ કે, આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી હતી.
ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી
July 07, 2024 03:36
અમદાવાદમાં 147મી રથયાત્રા: ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી રહ્યાં છે
જય જય જગન્નાથ: અષાઢી બીજે, 'બીજે' ક્યાંય નહીં માત્ર https://t.co/yoJkOvpyPz પર આસ્થાની રથયાત્રાનું અવિરત કવરેજ#ahmedabad #rathyatra #rathyatra2024 #rathyatraahmedabad #rathyatralive #jaijagannath #subhadraji #balram #rathyatranews #vtvgujarati pic.twitter.com/h1GR9QpHWg
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 6, 2024
મગના પ્રસાદનું મહત્વ
July 06, 2024 23:49
ત્રણેય ભાઈ બહેન મોસાળમાં હતા અને મામાના ઘરે ખૂબ કેરી અને જાંબુ ખાય છે. કેરી અને જાંબુ ખૂબ ખાવાથી ભગવાનને આંખો આવે છે અને આંખો આવવાને કારણે પ્રભુને મગ ધરાવાય છે. મગ શરીરને બળ આપે છે. રથયાત્રા એ લાંબી પદયાત્રા છે અને રથ ખેંચતા ખલાસીઓ અને પદયાત્રીઓ માટે શક્તિવર્ધક પ્રસાદ મળે છે. મગના પ્રસાદથી ભક્તોને થાક લાગતો નથી. વર્ષોથી રથયાત્રાના ભગવાનને સૂકા મેવા યુક્ત ખીચડી ધરાવાય છે. બ્રહ્મ મૂહુર્તમાં ખીચડીનો પ્રસાદ ધરાવાય છે. ફણગાવેલા મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેંચાય છે. માલપુઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ પ્રિય પ્રભુને છે
આ રૂટ પર રથયાત્રા નીકળશે
July 06, 2024 23:49
સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ, 9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, 9.45 વાગ્યે- રાયપુર ચકલા, 10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા, 11.15 વાગ્યે-કાલુપુર સર્કલ, 12 વાગ્યે-સરસપુર, 1.30 વાગ્યે-સરસપુરથી પરત, 2 વાગ્યે-કાલુપુર સર્કલ, 2.30 વાગ્યે-પ્રેમ દરવાજા, 3.15 વાગ્યે-દિલ્હી ચકલા, 3.45 વાગ્યે-શાહપુર દરવાજા, 4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ, 5 વાગ્યે-ઘી કાંટા, 5.45 વાગ્યે-પાનકોર નાકા, 6.30 વાગ્યે-માણેકચોક, 8.30 વાગ્યે-નિજ મંદિર પરત
જગન્નાથ મંદિરનો ઇતિહાસ
July 06, 2024 23:49
અમદાવાદનું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષથી વધુ જુનુ છે. જે સાબરમતી નદી નજીક જમાલપુરમાં જગન્નાથ મંદિર સ્થિત છે. 400 વર્ષ પહેલા હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી. હનુમાનજીદાસ બાદ સારંગદાસજીએ ભગવાન જગન્નાથની મૂર્તિ સ્થાપી હતી. જગન્નાથ સાથે બલભદ્ર અને બહેન સુભદ્રાનું પણ મંદિરમાં સ્થાપન થયું હતું. 145 વર્ષ પહેલા નૃસિંહદાસજી રથયાત્રાની પરંપરા આરંભી હતી. કોરોનાના વર્ષને બાદ કરતા દરવર્ષે રથયાત્રાનું ઉત્સાહથી આયોજન કરાય છે.વર્તમાન સમયમાં દિલિપદાસજી જગન્નાથ મંદિરના મુખ્યમહંત છે. જગન્નાથ મંદિરની રથયાત્રા પુરી બાદ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ગુજરાતમાં સૌથી મોટી અને મહત્વની રથયાત્રાનો રથયાત્રાને દરજ્જો છે. અમદાવાદનું જગન્નાથ મંદિર આજે સમૃદ્ધ મંદીરોમાં સ્થાન પામે છે. જગન્નાથ મંદિરની સેવામાં પોતાના અનેક ગજરાજો પણ છે
મંગળા આરતીનું મહત્વ
July 06, 2024 23:49
રથયાત્રા અગાઉ ભગવાન જગન્નાથની મંગળા આરતી કરાઈ છે. આરતી વિના ભગવાનની ભક્તિ અધૂરી હોય છે ત્યારે સનાતન ધર્મમાં આરતીનું અનેરુ મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથના મંગળા દર્શન અને પરમાત્માની ભક્તિમાં લીન થવાનું માધ્યમ છે. ભગવાનની મંગળા આરતીના દર્શન પાવનકારી છે અને મંગળા આરતીથી તન અને મન ભક્તિમય, ઉત્સાહથી ભરાય છે. વ્યક્તિત્વને ઉજ્જવળ મંગળા આરતી કરે છે. સ્કંદપુરાણમાં મંગળા આરતીનું મહત્વ છે. મંગળા આરતીથી મનમાં થાય શક્તિનો સંચાર અને તન અને મનને મંગળા આરતી શાંતિ આપે છે
પહિંદ વિધિ શું છે ?
July 06, 2024 23:49
ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે. પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ થાય છે. પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ,. સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે અને પહિંદ વિધિમાં રથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે. રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરાય છે અને ગુજરાતમાં મુખ્યમંત્રી પરંપરા મુજબ પહિંદ વિધિ કરે છે. મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે. 1990થી અમદાવાદની રથયાત્રમાં પહિંદ વિધિ થાય છે. પુરી રથયાત્રામાં પુરીના રાજા કરે છે પહિંદ વિધિ
રથયાત્રા કેવી રીતે નિકળે છે
July 06, 2024 23:49
દરવર્ષે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર નગરચર્યા કરે છે. 3 અલગ અલગ રથમાં ભગવાન પોતે ભાઈ અને બહેન સાથે નીકળે છે. રથયાત્રામાં સૌથી આગળ ભાઇ બલભદ્ર રથમાં સવાર થાય છે. ત્રીજો રથ ભગવાન જગન્નાથના રથને રાખવામાં આવે છે. બંને ભાઈના રથની વચ્ચે બહેન સુભદ્રાના રથને શહેરમાં ફેરવવામાં આવે છે. આ રીતે હાર બંધ ત્રણેયના રથ નગરચર્યાએ નિકળે છે. નગરચર્યાએ નીકળતા અગાઉ ભગવાનની મંગળા આરતી થાય છે. મંગળા આરતી બાદ ભાગવાનના આંખેથી પાટા ખોલવામાં આવે છે. પાટા ખોલ્યા બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામા આવે છે. ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ યોજાય છે. ભગવાનની પહિંદવિધીમાં ગુજરાતના CM પરંપરા મુજબ ભાગ લે છે. પહિંદ વિધિ બાદ ગજરાજની આગેવાનીમાં રથયાત્રા નીકળે છે. રથયાત્રામાં હાથી, અખાડા, ભજન મંડળી અને કરતબબાજો હોય છે. ભક્તોને દર્શન આપ્યા બાદ ભગવાન મામાના ઘરે સરસપુર પહોંચે છે. સરસપુરમાં ભગવાન બપોરે આરામ કર્યા બાદ નીજમંદિર જાય છે. ત્રણેય રથ ખલાસીઓ દ્વારા ખેંચીને શહેરમાં ફેરવવામાં આવે છે. સંધ્યા બાદ ભગવાન જગન્નાથ નીજ મંદીરે પરત ફરે છે
ભગવાનના રથના નામ
July 06, 2024 23:49
ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. જગન્નાથજીને ભગવાન ઇન્દ્રએ રથ આપ્યો હતો. પીળા વસ્ત્રોથી ભગવાનના રથનો શણગાર થાય છે. ભગવાનના રથને નંદીઘોષ તરીકે ઓળખાય છે. અન્ય 2 રથોની સરખામણીએ ભગવાનનો રથ મોટો રખાય છે. ભગવાનના પરંપરાગત રથમાં 16 પૈડા રાખવામાં આવે છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. તાલવાન દેવતાઓએ બલભદ્રને રથ આપ્યો હતો. બલભદ્રનો રથ 14 પૈડા વાળો અને બહેનના રથથી મોટો બનાવાય છે. સુભદ્રાજીના રથનું નામ દેવદલન અને પદ્માધ્વજ રખાયુ છે. બહેન સુભદ્રાના પરંપરાગત રથમાં 12 પૈડા હોય છે
રથયાત્રામાં મુખ્ય આકર્ષણ
July 06, 2024 23:49
ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રસાદનું ખાસ મહત્વ હોય છે. મગ, જાબું, કેરી અને ચોકલેટનો વિશેષ પ્રસાદનું વિતરણ કરાય છે. રૂટ પર પોળોની શેરી-શેરીએ મગ-ચોકલેટનો પ્રસાદ અપાય છે. રથમાં મંદીર તરફથી મગનો ખાસ પ્રસાદ તૈયાર કરાય છે. રથયાત્રાના રુટ પર ઠંડાઇ અને શરબતનું વિતરણ થાય છે. કરતબબાજો યાત્રા દરમિયાન જુદા જુદા કરતબો કરે છે. ભજનમંડળીઓના સુમધુર ભજનોથી વાતાવરણ ભક્તિમય બને છે. ભગવાનના મોસાળ સરસપુરમાં દાળ-રોટી-માલપુવાનો વિશેષ પ્રસાદ હોય છે. સેંકડો ભક્તો અને સાધુ-સંતો ભંડારામાં પ્રસાદ ગ્રહણ કરે છે. મ્યુનિસિપલ કોઠા નજીક મેયર રથયાત્રાનું સન્માન, સ્વાગત કરે છે. ખાડિયા, પાનકોર નાકા વગેરે જગ્યાએ નગરજનો દ્વારા યાત્રાની વધામણી થાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા મુસ્લિમ વિસ્તારોમાં પણ નિકળે છે. જમાલપુર, દરિયાપુર, કાલુપુરમાં મુસ્લિમ બીરાદરો મહંતનું સન્માન કરે છે. જમાલપુરમાં મુસ્લિમ આગેવાનો દ્રારા ચાંદીનો મહંતને રથ અપાઇ છે. દરિયાપુરમાં મુસ્લિમ આગેવાન દ્રારા શાંતિદૂત તરીકે કબુતર ઉડાડવામાં આવે છે. ભારતભરમાથી સાધુ-સંતો રથયાત્રા માટે ખાસ અમદાવાદ આવે છે. અમદાવાદ સહિત બહારથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભાગ લે છે
રથયાત્રાનો ઇતિહાસ
July 06, 2024 23:49
અષાઢ સુદ બીજ 2080એ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજવા જઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળવાના છે. અષાઢી સુદ બીજના દિવસે જન્નાનાથની રથયાત્રાનું આયોજન થાય છે. વર્ષ 1876માં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત કરાઈ હતી. અત્રે જણાવીએ કે, જગન્નાથ મંદિરના મહંત નૃસિંહદાસજીએ રથયાત્રાની શરૂઆત કરી હતી. મહંત નૃસિંહદાસજીને ભગવાન જગન્નાથ સ્વપ્નમાં આવ્યા હતા અને ભગવાને મહંતને અમદાવાદમાં રથયાત્રા યોજવાના સંકેત કર્યા હતા. ત્યારે સતત 146 વર્ષથી રથયાત્રા યાત્રાનું આયોજન થાય છે અને આ વખતે 147મી રથયાત્રાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં 22 કિમી વિસ્તારમાં રથયાત્રા ફરશે અને દરેક સમાજ અને જાતી-જ્ઞાતિના લાકો રથયાત્રામાં ઉત્સાહથી ભાગ લે છે. નૃસિંહદાસજીના આદેશ બાદ ભરૂચના ખલાસી ભાઇએ રથ તૈયાર કર્યો હતો. શરુઆતમાં નારિયેળીના ઝાડમાંથી ભગવાનનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો અને વર્તમાનમાં સાગના લાકડાથી બનેલા રથ પર ભગવાન નગરચર્યા કરે છે. રથયાત્રામાં ગજરાજ, અખાડા, ભજન મંડળી આકર્ષણ બને છે. રથયાત્રામાં જુદા જુદા ટ્રેક દ્વારા સામાજિક સંદેશો આપવામાં આવે છે. રથયાત્રામાં સામાન્ય રીતે 18 ગજરાજ યાત્રાનેવિધિવત પ્રસ્થાન કરાવે છે. રથયાત્રામાં વર્ષોથી પૌરાણીક 16 અખાડાઓ ઉત્સાહથી જોડાય છે. રથયાત્રા રૂટમાં 100થી વધારે કરતબબાજો ભાગ લેતા હોય છે. રથયાત્રામાં 100 જેટલા જુદા જુદા ટ્રક પણ રથયાત્રામાં જોડાય છે
લાઇવ ટીવી
સૌથી વધુ વંચાયેલું
અન્ય લાઇવ અપડેટ
લાઈવ અપડેટ
પુરીમાં જગન્નાથ રથયાત્રા / પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભકતોનું ઘોડાપુર ઉભરાયું
લાઈવ અપડેટ