બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા કાબૂમાં, 2023ની સરખામણીએ 2024માં લૂંટ, હત્યા સહિતના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો
Last Updated: 03:34 PM, 5 December 2024
એક તરફ જ્યાં ગુનેગારો બેફામ બની રહ્યા છે, તો બીજી તરફ ગુનેગારોને રોકવામાં અને પકડવામાં પોલીસ પણ તત્પર બની ગઈ છે. રાજ્યમાં નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને જૂના કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે ગુનેગારોમાં પોલીસનો ભય વધ્યો છે. અમદાવાદ પોલીસ વિભાગે જણાવેલા આંકડા અનુસાર, હવે શહેરમાં ગુનાની સંખ્યા નોંધપાત્ર ઘટી છે. જેના પરથી એ સાબિતી મળી રહી છે કે પોલીસ વિભાગ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સફળતા મેળવી રહી છે. હાલ પણ પોલીસ દ્વારા શહેરના દરેક વિસ્તારમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, પોલીસ દારૂ પીને ફરતા નબીરાઓને પકડી રહી છે, જેથી ગુનેગારોના મનમાં પોલીસનો ભય વધી રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સઘન ચેકિંગ થઈ રહ્યું છે, તો સીસીટીવી કેમેરા પણ કાર્યરત છે.
ADVERTISEMENT
અમદાવાદમાં ઘટી રહ્યા છે ગુના
અમદાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, "અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ કાબૂ હેઠળ છે. તાજેતરમાં દિવાળીના સમયમાં પણ કોઈ ગંભીર બનાવ નથી બન્યો. આ સિવાય ગુનાની સ્થિતિ જોતા ચાલુ વર્ષ-2024 ના પહેલા 10 મહિનાની સરખામણી જો ગયા વર્ષ 2023ના પહેલા 10 મહિનાની સાથે કરવામાં આવે તો ગુનાની સંખ્યામાં જંગી ઘટાડો જોવા મળ્યો છે."
ADVERTISEMENT
હત્યા અને હત્યાના પ્રયાસોમાં નોંધપાત્ર ઘટાડો
વર્ષ 2023માં ઓક્ટોબર મહિના સુધીમાં અમદાવાદ શહેરમાં હત્યાના કુલ 97 ગુનાઓ નોંધાયા હતા, જયારે ચાલુ વર્ષ 2024માં સપ્ટેમ્બર સુધીમાં હત્યાના 73 ગુનાઓ નોંધાયા છે. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં હત્યાના 24 બનાવ ઓછા બન્યા છે, જે 24.74% ઓછા છે. તો ઓક્ટોબર-2023 સુધીમાં હત્યાના પ્રયાસના 92 બનાવો નોંધાયા હતા, જે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં 74 બનાવો જ નોંધાયા છે, એટલે કે તેમાં પણ 19.57%નો ઘટાડો થયો છે.
ધાડના ગુનાની સંખ્યામાં કોઈ વધારો નહીં, લૂંટના ગુનામાં 20%થી વધુ ઘટાડો
ગયા વર્ષે ઓક્ટોબર-2023 સુધીમાં લૂંટના 122 ગુનાઓ નોંધાયા હતા, જયારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં આ બનાવની સંખ્યા 96 છે, એટલે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે લૂંટના ગુનામાં 26નો ઘટાડો એટલે કે 21.31% ઘટાડો થયો છે. જો વાત કરીએ ધાડના ગુના વિશે તો ગયા વર્ષે ઓક્ટોબર-2023 સુધીમાં કુલ 10 ગુનાઓ નોંધાયા હતા, જે આ વર્ષે પણ ઓક્ટોબર મહિના સુધીમાં સરખી જ સંખ્યા છે. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ધાડના ગુનાઓમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી.
ચોરો, વાહન ચોરો અને ચેઈન સ્નેચર્સને લાગ્યો પોલીસનો ડર
વર્ષ 2023માં ઓક્ટોબર મહિના સુધીમાં અમદાવાદ શહેરમાં ચેઈન સ્નેચિંગના કુલ 119 બનાવો બન્યા હતા, જયારે ચાલુ વર્ષ 2024માં ઓક્ટોબર મહિના સુધીમાં આ પ્રકારના ચેઈન સ્નેચિંગના કુલ 94 બનાવ બન્યા છે. એટલે કે આ વર્ષે ચેઈન સ્નેચિંગના 25 બનાવ ઓછા બન્યા છે, એટલે કે આ પ્રકારના ગુનામાં 21.01% નો ઘટાડો થયો છે.
વાહન ચોરીના બનાવની વાત કરીએ તો તેમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 14.76% નો ઘટાડો થયો છે. વર્ષ 2023માં ઓક્ટોબર મહિના સુધીમાં વાહન ચોરીના 1789 બનાવો બન્યા હતા, જેની સંખ્યા વર્ષ 2024માં ઓક્ટોબર મહિના સુધીમાં 1525 છે, એટલે કે આ પ્રકારના ગુનામાં 264 ઘટાડો થયો છે.
ચોરીના ગુનાની સંખ્યામાં પણ આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે, જે 28.85% છે. માહિતી અનુસાર, ગયા વર્ષે 2023માં ઓક્ટોબર મહિના સુધીમાં ચોરીના 4427 બનાવ બન્યા હતા, જયારે આ વર્ષે 2024માં ઓક્ટોબર મહિના સુધીમાં ચોરીના 3150 બનાવ બન્યા છે, જે 1277નો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
ઠગાઈના બનાવોના આંકડા
જો ઠગાઈના બનાવોની વાત કરી તો ગયા વર્ષે 2023માં ઓક્ટોબર મહિના સુધીમાં 384 બનાવો નોંધાયા હતા, જયારે આ વર્ષે 2024માં ઓક્ટોબર મહિના સુધીમાં ઠગાઈના 420 બનાવ બન્યા છે. યા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઠગાઈના બનાવમાં 36નો વધારો થયો છે, જે 9.38%નો વધારો દર્શાવે છે.
જમીન માફિયા અને અસામાજિક તત્વો પર GUJCETOCના પણ બે કેસ કરવામાં આવ્યા છે.
મારામારી, છેડતીના ગુનામાં પણ ઘટાડો
મારામારીના બનાવોની પ્રાપ્ત વિગતો અનુસાર, ગયા ગયા વર્ષે 2023માં ઓક્ટોબર મહિના સુધીમાં 1608 બનાવ બન્યા હતા, જયારે ચાલુ વર્ષે ઓક્ટોબર-2024 સુધીમાં આ પ્રકારના મારામારીના કુલ 1416 કેસ નોંધાયા છે. એટલે એક ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મારામારીમાં 192નો ઘટાડો થયો છે, જે 11.94% ઘટાડો દર્શાવે છે.
જો છેડતીના બનાવોની વાત કરી તો ગયા વર્ષે 2023માં ઓક્ટોબર મહિના સુધીમાં 220 બનાવો નોંધાયા હતા, જયારે આ વર્ષે 2024માં ઓક્ટોબર મહિના સુધીમાં છેડતીના 159 બનાવ બન્યા છે. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે છેડતીના બનાવમાં 61નો ઘટાડો થયો છે, જે 27.73નો ઘટાડો દર્શાવે છે.
આ પણ વાંચો: BZ પોન્ઝી સ્કીમ મામલે મોટા સમાચાર, ધરપકડથી બચવા ભૂપેન્દ્રસિંહ ઝાલાની કોર્ટમાં આગોતરા જામીન અરજી
એવી જ રીતે ભાગ 1ના તમામ હેડના ગુનાઓની સરખામણી કરીએ તો વર્ષ 2023માં ઓક્ટોબર મહિના સુધીમાં ભાગ 1ના કુલ 10622 ગુનાઓ દાખલ થયા હતા, જેની સરખામણીએ વર્ષ 2024ના ઓક્ટોબર મહિના સુધીમાં આવા ગુનાઓની સંખ્યા 8366 થાય છે. એટલે કે ભાગ 1ના ગુનાઓમાં કુલ 2256નો ઘટાડો થયો છે, જે 21.24% ઘટાડો દર્શાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT