બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના લાંભામાં બળિયાદેવનું ચમત્કારિ મંદિર, ભક્તોની પૂરી કરે છે તમામ મનોકામના
Last Updated: 06:14 AM, 13 October 2024
અમદાવાદના નારોલથી અસલાલી જતા મુખ્ય હાઇવે પર લાંભા ગામ આવેલુ છે. લાંભામાં બળીયાદેવનું ચમત્કારી મંદિર આવેલું છે. બળીયાદેવનું મંદિર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખ્યાતનામ છે. બળીયાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે. મંદિરમાં આવીને ભક્ત સાચા મનથી પ્રાર્થના કરે તો તેની પ્રાર્થના બળિયાદેવ અવશ્ય સાંભળે છે. બળિયાદેવના મંદિર વિષે એવું કહેવામાં આવે છે અહીં આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. બળિયાદેવને બાળકોના દેવ માનવામાં આવે છે બાળકોને થતા ઓરી અછબડા શીતળા જેવા રોગો બળીયાદેવની માનતા રાખવાથી મટી જતા હોય છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા બાળકના વજન જેટલી વસ્તુઓં ગોળ, સાકર, પેંડા કાંટામાં તોલી મંદિરમાં પ્રસાદ અર્પણ કરે છે. અને જો મનોકામના પૂર્ણ થયા બાદ ભૂલી ગયા હોય તે સળગતી સગડી માથે મુકે છે. અને જુતાનો હાર મોમાં રાખી માફી માંગી ને પોતાની માનતા પૂર્ણ કરે છે.
ADVERTISEMENT
અમદાવાદના લાંભામાં છે ચમત્કારી મંદિર
ADVERTISEMENT
જો બાળકને મોટી બીમારી હોય તો કુકડા અને ઘેટા, બકરા માતાજીને રમતા મુકવામાં આવે છે. મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવીને માનતા રાખતા હોય છે. બળિયાદેવના મંદિરમાં સાતમ, મારવાડી સાતમ, દેવીપૂજક સાતમ, અગિયારસ,પુનમ, રવિવાર અને મંગરવારના દિવસે ખુબ મોટી સંખ્યામા ભક્તોનું ઘોડાપુર આવે છે. અહિયાં લોકમેળો પણ યોજાય છે. મોટા ભાગના મંદિરમાં આરતી સવાર અને સાંજ એમ બે વખત ઉતારવામાં આવતી હોય છે પણ આ બળિયાદેવના મંદિરમાં આરતી ચાર વખત ઉતારવામાં આવે છે.. લોકો દુર દુરથી બળિયાદેવના દર્શને આવીને ધન્યતા અનુભવે છે. મંદિર વિષે એક એવી માન્યતા છે કે ઘરે થી ભોજન લાવીને મંદિરમાં બેસીને ભોજન ગ્રહણ કરવાથી બળિયાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.. જે ભક્તો ઘરેથી ભોજન ના લાવ્યા હોય તો મંદિરની બહાર થેપલા, આથેલા મરચા, છાસ તૈયાર મળે છે. તે લઈ મંદિરમાં ભક્તો શાંતીથી ભોજન કરી શકે તે માટે એક મોટો હોલ બનાવવામાં આવ્યો છે. જ્યાં એક સાથે હજારો લોકો પોતાના પરિવાર સાથે પ્રસાદી લઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ, ખરીદી પર 5 થી 50% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, જુઓ વીડિયો
ઓરી, અછબડા, શીતળા જેવા રોગ દૂર થાય છે
મંદિર તફરથી લોકોને પીવાના પાણી માટે 11 જેટલા પાણીના કુલર પણ મુકવામાં આવ્યા છે. બાળકોને રમવા માટે બગીચાની પણ વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે. મંદિરના દર્શને આવતા ભક્તો પોતાની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. બળિયાદેવના મંદિરમાં મુખ્ય પ્રસાદ બુંદીના લાડુ અને ચવાણાનો ચડવામાં આવે છે. બુંદીના લાડુ અને ચવાણું મહીને એક લાખ કિલો જેટલું બનાવીને ભક્તોને આપવામાં આવે છે. બળિયાદેવ મંદિર દ્વારા વિવિધ સેવાઓ કરવામાં આવે છે. આ મંદિર સાથે એક માન્યતા પણ જોડાયેલી છે કે,અહીં લોકો જે કંઈ પણ માંગે છે, તે ભક્તોને જરૂરથી પ્રાપ્ત થાય છે. સાચા મનથી માંગેલી તમામ મનોકામનાઓ અહીં પૂર્ણ થતી હોય છે. જેને લીધે આજે પણ અહીં લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે. બળિયાદેવના મંદિરમાં આવીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરીને ધન્યતા અનુભવે કરે છે. કોરોના મહામારી સમયે બળિયાદેવ મંદિર તરફથી 21 લાખ રૂપિયાના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, પુલવામાં હુમલા સમયે PM રાહત ફંડમાં મંદિર તરફતી રૂપિયા 65 લાખની સહાય કરવામાં આવી હતી. મંદિર તરફથી બાળકોને નોટબુકો પણ રાહત દરે આપવામાં આવે છે. જે વિધાર્થી ઓની આથિક સ્થિતિ સારી નથી તેવા 1200 જેટલા વિધાથીઓને બળિયાદેવ મંદિર તરફથી લાંભા ગામમાં આવેલી ગીતા સ્કુલમાં રાહત દરે ભણાવામાં આવે છે. બળિયાદેવ મંદિર તરફથી લાંભા ગામમાં રાહત દરે એક ચેપી રોગની હોસ્પિટલ પણ ચાલવામાં આવે છે. અને હજારો લોકો આ સેવાનો લાભ લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT