બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / કરો અમદાવાદના સિંદૂરી રંગના ગણપતિ દાદાના દર્શન, મહિમા મુંબઈના સિદ્ધિવિનાયક જેવો

દેવ દર્શન / કરો અમદાવાદના સિંદૂરી રંગના ગણપતિ દાદાના દર્શન, મહિમા મુંબઈના સિદ્ધિવિનાયક જેવો

Last Updated: 06:30 AM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લાલદરવાજા વિસ્તારના વસંતચોકમાં પ્રથમ દેવ ગણેશજીના પૌરાણિક મંદિરનો મહિમા મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયક જેવો જ છે.

હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણપતિ દાદાને પ્રાર્થના કરવામાં આવે છે. અમદાવાદના લાલદરવાજામાં ગણપતિદાદાનુ પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરનો મહિમા મહારાષ્ટ્ર મુંબઈના સિદ્ધિવિનાયક જેવો છે. અમદાવાદના આ ગણપતિદાદા પણ સિદ્ધિવિનાયક તરીકે જ ઓળખાય છે. અંદાજે 350 વર્ષ પહેલા પેશ્વાઓના શાસનકાળ દરમ્યાન ગણપતિ મંદિર બનાવવામાં આવ્યુ હતુ. મંદિરમાં ગણપતિદાદા રિદ્ધિસિદ્ધિ સાથે બિરાજમાન છે.

D 1

પ્રથમ દેવ ગણપતિ દાદા

અમદાવાદના ભદ્રના કિલ્લા નજીક લાલદરવાજા વિસ્તારમાં વસંત ચોક પાસે સાબરમતીના પૂર્વ કિનારે અંદાજે ૩૫૦ વર્ષ પહેલાં પેશ્વાઓના શાસનકાળમાં જમણી સૂંઢ ધરાવતા ગણપતિ દાદાનું મંદિર બાંધવામાં આવ્યું હતું. મંદિરમાં બિરાજમાન ગણપતિદાદા જમણી સૂંઢ ધરાવે છે. અને રિદ્ધિસિદ્ધિ સાથે બિરાજમાન છે.સિંદૂરી રંગના ગણપતિ સ્વયંભૂ પ્રગટ થયાની લોકવાયકા છે. કહેવાય છે કે જમણી તરફની સૂંઢ ધરાવતા ગણપતિ પિતા શંકરથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગણેશજીને લાડુનો પ્રસાદ અતિપ્રિય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ ગણપતિ બાપાને બુંદીના લાડુ ધરાવે છે. ગણેશજીનુ મંદિર 350થી 400 વર્ષ જૂનું છે. જે સાબરમતીના પૂર્વ કિનારે આવેલું છે. મંદિરમાં ગણપતિદાદાની બે અલગ-અલગ પ્રતિમાઓ છે. જેમાં એક મૂર્તિ જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની છે. અને બીજી પ્રતિમા આરસપહાણની સિંદૂરી રંગની છે, જે ડાબી સૂંઢવાળા ગણપતિ છે. અમદાવાદમાં લાલદરવાજા વિસ્તારના વસંતચોકમાં પ્રથમ દેવ ગણેશજીના પૌરાણિક મંદિરનો મહિમા મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયક જેવો જ છે. સિદ્ધિવિનાયકના દર્શને આવતા ભક્તો આસ્થા સાથે ગણેશજીની સામે શિશ નમાવી ધન્યતા અનુભવે છે.

D 2

અમદાવાદના લાલદરવાજામાં ગણપતિજીનુ પૌરાણિક મંદિર

ગણપતિજીના મંદિરનું નિર્માણ પેશ્વા શાસનકાળમાં થયું હતું. ગણપતિજીની બે અલગ-અલગ પ્રતિમાઓ ધરાવતુ આ મંદિર અમદાવાદીઓની આસ્થાનું સ્થાન છે. ગણેશ મંદિરમાં દર્શન કરવા બારે માસ ભક્તોની ભીડ જામે છે. અને ભક્તો બાપ્પાના પ્રિય એવા બુંદીના લાડુ ચડાવવાનું ચૂકતા નથી. બાપ્પાના આશીર્વાદથી ભાવિકોના જીવનમાં સદાય સુખ સમૃદ્ધિ બરકરાર રહે છે અને એટલે જ ભાવિકોની શ્રદ્ધા અતૂટ છે. આશરે 350 વર્ષ પહેલા પેશ્વા શાસનકાળ દરમ્યાન અમદાવાદ શહેરના સાબરમતી નદીના તટ પાસે આવેલા ગણપતિ બાપ્પાના મંદિરનુ નિર્માણ થવાનું હતું. અને જ્યા બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરવાની હતી ત્યાં આસપાસની જગ્યામાં ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન બાપ્પાની અન્ય એક પ્રતિમા પ્રગટ થઈ હતી. જે સ્વયંભુ પ્રગટ થઈ હોવાથી લોકોની દાદામાં આસ્થા વધી ગઈ હતી. અને અન્ય પ્રતિમાની બાજુમાં સ્વયંભૂ પ્રગટ થયેલ ગણપતિ બાપાને બિરાજમાન કરવા આવ્યા હતા. વારે તહેવારે દાદાના મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે એટલે મંદિરે ભાવિકોનુ ઘોડાપુર ઉમટી પડે છે ત્યારે વર્ષોની નિયમિત દાદાના દર્શને આવતા દર્શનાર્થીઓ દર્શન બાદ મંદિરમાં સેવા પણ આપે છે.

D 3

આ પણ વાંચો: પરચાના પુરાવા એટલે માલણકાના અવળકંધી માતાજી, ટોપલામાંથી થઈ આકાશવાણી, કથા રોચક

મંદિરનુ નિર્માણ થવાનું હતું ત્યાં જ દાદા સ્વયંભૂ પ્રગટ

લાલા દરવાજાના ગણપતિ બાપા પ્રત્યે દેશ અને વિદેશમાં લોકોને અતૂટ શ્રદ્ધા રહેલી છે. બાપાના દર્શન માટે ચોથના દિવસે અને મંગળવારે મંદિરે એક બે કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગે છે. એક માન્યતા પ્રમાણે કોઈને ઘરનું ઘર ન થતું હોય, બાળકનો જન્મ ન થતો હોય, લગ્નની સમસ્યા રહેલી હોય અને નોકરી કે ધંધો રોજગાર ન ચાલતા હોય તે લોકો બાપા સમક્ષ મનોકામના રાખે છે અને તે પૂર્ણ થતી હોવાનો પણ લોકોનો અનુભવ છે. ગણેશોત્સવ દરમ્યાન ગણેશ મંદિરમાં વિશેષ પૂજા અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મંદિરે વહેલી સવારથી જ ભક્તોમાં ઉત્સવનો માહોલ સર્જાય છે. ગણેશ મંદિર અમદાવાદીઓની આસ્થાનું કેન્દ્ર છે. અંગારકી ચોથે ગણપતિ મંદિરે વિશેષ ઉત્સવનુ આયોજન કરવામાં આવે છે. ત્યારે દાદાના દર્શન કરવા મંદિરે ભક્તોની લાંબી લાઈનો થાય છે. ભાવિકો પોતાના પરિવાર સાથે દાદાના દર્શને આવે છે.. અને આસ્થા સાથે ગણેશજીની સામે શિશ નમાવી ધન્યતા અનુભવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Siddhivinayak Temple Dev Darshan Ganpati Dada Templ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ