તૈયારી / હવે અમદાવાદ ઉદયપુરની જેમ બનશે લેકસિટી, તંત્ર દ્વારા શરૂ કરાઇ આ કામગીરી

Ahmedabad lakecity plan Narmada water pipeline

અમદાવાદમાં અનેક તળાવ ગંદકીથી ખદબદે છે અથવા દબાણના કારણે પુરાઇ ગયાં છે. શહેરમાં સ્થાનિક લોકો અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવાં કાંકરિયા લેકફ્રન્ટ જેવાં આંગળીના વેઢે ગણાય તેટલાં તળાવ છે, જોકે શહેરને ઉદયપુરની જેમ લેકસિટી બનાવવા માટે તંત્રએ બીડું ઝડપ્યું છે અને પશ્ચિમ અમદાવાદમાં ગણાતા ઉત્તર-પશ્ચિમ ઝોનનાં ર૦ તળાવને નર્મદાનાં પાણીથી બારેમાસ છલોછલ રાખવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે, જેના કારણે આગામી મે મહિનાના અંત સુધીમાં આ તળાવ પાણીની ભરેલા રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ