અમદાવાદમા વેલેન્ટાઈન ડે પહેલા જ પ્રેમની હત્યાનો કિસ્સો કુષ્ણનગર વિસ્તારમા સામે આવ્યો.
પ્રેમિકાના પરિવારે પ્રેમીને ફેકયો કેનાલમા
સગીરા સાથે યુવકનો હતો પ્રેમ સબંધ
સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમા કેદ
ગાંધીનગર જીલ્લાના પ્રેમી પંખીડા ફરવા ગયા અને પરિવારને જાણ થતા પ્રેમિકાના પરિવારે પ્રેમીનુ અપહરણ કરીને તેને કેનાલમા ફેંકી દીધો. આ યુવકની કેનાલમા શોધખોળ શરૂ કરાઈ છે. જયારે પોલીસે આ કેસમા પ્રેમિકાના માતા-પિતા સહિત ચાર વ્યકિતની ધરપકડ કરી.
યુવકનુ જાહેરમા અપહરણ કરીને લઈ ગયા
ફિલ્મોમા જોવા મળતા અપહરણના દર્શ્યો ગાંધીનગર જીલ્લાના વેહલાલ ગામમા જોવા મળ્યા. જયાં પ્રેમમા ડુબેલા પ્રેમી પંખીડા વેલેન્ટાઈનના દિવસો ઉજવી રહયા હતા ત્યારે પ્રેમિકાનો પરિવાર વિલન બનીને આવ્યો અને યુવકનુ જાહેરમા અપહરણ કરીને લઈ ગયા.
સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમા કેદ
આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમા કેદ થઈ. વહેલાલ ગામમા રહેતો 21 વર્ષીય જીગ્નેશસિહ પરમારનુ તેના ગામમા રહેતી એક સગીરા સાથે છેલ્લા છ માસથી પ્રેમ સંબંધ હતો. બન્ને પ્રેમી-પંખીડા બાઈક પર ફરવા નીકળ્યા. ત્યારે સગીરાનો પરિવાર જોઈ જતા તેમને રસ્તામા અટકાવ્યા. યુવકને બળજબરીથી ગાડીમા ઉઠાવીને લઈ ગયા. ત્યાર બાદ યુવકને જીવતો નર્મદા કેનાલમા ફેંકી દીધો.
પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી
આ ઘટનાની જાણ કુષ્ણનગર પોલીસને થતા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. કૃષ્ણનગર પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ ચારેય આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે. જેમાં સગીરાના પિતા છત્રસિંહ પરમાર,માતા વિભાબેન પરમાર ,કાકા દિલીપસિંહ પરમાર અને પિતરાઈ ભાઈ અજીતસિંહની ધરપકડ પોલીસે કરી છે.
આરોપીએ એક નિર્દોષ યુવકની જીદંગી ખત્મ કરી દીધી
આ ચારેય આરોપીઓએ જીગ્નેશસિહનુ અપહરણ કરીને ફાગવેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક ફેકી દીધો હતો.. પરંતુ 48 કલાકથી પોલીસની ટીમ યુવકને શોધી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. જીગ્નેશસિહ અને આરોપીઓ એક જ સમાજના છે. પરંતુ સમાજમા પોતાનો વગ દેખાડવા આરોપીએ એક નિર્દોષ યુવકની જીદંગી ખત્મ કરી દીધી.
આ ઘટના પાછળ માત્ર પ્રેમ પ્રકરણ જ જવાબદાર
કૃષ્ણનગર પોલીસે અપહરણ કેસમા સગીરાના માતા પિતા સહીત ચાર આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.. જયારે બીજી તરફ પોલીસે પણ યુવકની ભાળ મેળવવા કેનાલ મા બે થી અઢી કિલોમીટર સુધી તપાસ કરી. પોલીસ માટે હવે યુવક અથવા તો યુવકની મૃતદેહ શોધવો રણ માં સોય શોધવા બરાબર છે ત્યારે આ ઘટના પાછળ માત્ર પ્રેમ પ્રકરણ જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.