બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલના આ છે ડાયરેક્ટર્સ, મેડિકલ માફિયાઓએ આવી રીતે આપ્યું દર્દીઓને મોત
Last Updated: 08:41 PM, 12 November 2024
ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કૌભાંડનો ખુલાસો થયો છે. ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કરતૂતો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાંથી રાક્ષસ તબીબો પર ફિટકાર વરસી રહ્યો છે.
ADVERTISEMENT
19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી
ADVERTISEMENT
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા છે. તો અન્ય 5 ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. PM-JAY યોજના કાર્ડ હેઠળ મસમોટી ફાઇલ પાસ કરવા ખોટા ઓપરેશન કરી નાખી રાક્ષસ તબીબો તો ગાયબ થઇ ગયા પરંતુ હોસ્પિટલના ડાયરેક્ટર્સ પણ ગાયબ થઇ ગયા છે. ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોનાં મોત બાદ હોસ્પિટલના 4માઁથી 3 ડાયરેક્ટર્સ રફુચક્કર થઇ ગયા છે. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટરમાંથી ડૉ. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ ગાયબ છે. જવાબદારી તો દૂર રહી કૌભાંડ આચરનાર હોસ્પિટલના ડાયરેક્ટર્સ સામે આવ્યા નથી. બીજી બાજુ ચોથા ડાયરેક્ટર ચિરાગ રાજપૂત પણ દર્દીઓના મોત અંગે ગોળગોળ જવાબ આપ્યો. ડાયરેક્ટર કાર્તિક પટેલે નિર્લજ્જ બની દાવો કર્યો કે દર્દીઓ પોતાની મરજીથી હોસ્પિટલ આવ્યા હતા. જો કે દર્દીઓની સારવાર માટે મંજૂરી લેવાઇ હતી કે કેમ તે અંગે ગોળગોળ જવાબ આપ્યો.
સારવારની યોજનાને 'મોત'નું સાધન બનાવ્યું ?
સરકારી યોજનાના પૈસા લેવા માટે દર્દીઓનો જીવ લેનારી હોસ્પિટલનો લાયસન્સ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે કડીના બોરીસણા ગામના ભોગ બનેલા દર્દીના પરિવારો ડાયરેક્ટર્સ સામે ફોજદારી કાર્યવાહીની માગ કરી રહ્યા છે. રાજ્યમાં સામાન્ય લોકોની સારવારની યોજનાને કેટલાક રાક્ષસ તબીબોએ કમાણીનું સાધન બનાવી દીધું છે. હોસ્પિટલના લેભાગુ તબીબોની ઘાતક માનસિકતાને કારણે ગુજરાતના તબીબી ઇતિહાસમાં આજનો દિવસ કાળા દિવસ તરીકે અંકિત થયો છે.
કયા કયા દર્દીઓના કરાયા ઓપરેશન?
કાંતાબેન શંભુભાઇ પ્રજાપત, ઉંમર - 60
બચુભાઇ ગોવાજી બારોટ. ઉંમર - 77
દશરથભાઇ પટેલ - ઉંમર - 64
રમેશભાઇ પ્રાણભાઇ પટેલ -ઉંમર - 66
દિનેશભાઇ સરજુભાઇ સાધુ- ઉંમર - 53
કાંતિભાઇ બાબલદાસ પટેલ - ઉંમર - 76
જાવણજી સોમાજી ઠાકોર - ઉંમર - 78
નાગરભાઇ મોતીભાઇ સેનમ - ઉંમર - 59
મહેશભાઇ ગીરધરભાઇ બારોટ - ઉંમર - 45
રણછોડભાઇ પ્રજાપતિ - ઉંમર - 80
કોકીલાબેન પટેલ - ઉંમર - 60
રમેશભાઇ પથુભાઇ ચૌહાણ - ઉંમર - 41
આનંદીબેન બાબલદાસ પટેલ - ઉંમર - 70
ભરતકુમાર ગણેશભાઇ પ્રજાપતિ - ઉંમર - 45
શશિબેન અમૃતબાઇ પ્રજાપતિ - ઉંમર - 55
પોપટભાઇ રામાભાઇ રાવલ - ઉંમર - 52
રમીલાબેન પટેલ - ઉંમર - 55
જ્યોત્સનાબેન પટેલ - ઉંમર - 70
અંબાબેન નારાણ પટેલ - ઉંમર - 75
આ પણ વાંચો: ઝાલોદ ન.પા.ના અંધારપટ વહીવટના કારણે નાગરિકો ત્રસ્ત, MGVCLનું 19500000થી વધુનું વીજ બિલ ભરવાનું છે બાકી
મેડિકલ માફિયાઓએ આપ્યું મોત!
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે 10મી નવેમ્બરે કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં 20 જેટલા દર્દીઓને સારવારની જરૂર હોવાનું કહી ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. મહેસાણાના બોરીસણા ગામના 19 દર્દીઓને 11મી નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. PMJAY યોજનામાંથી પૈસા પાસ કરાવવા જાણ બહાર 19 દર્દીઓને સ્ટેન્ટ મુકી દેવાયા હતાં. 19 દર્દીઓમાંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. જે 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઇ તેમાંથી 2 દર્દીનાં મોત થયા છે. એન્જિયોપ્લાસ્ટીના અન્ય 5 દર્દીઓ ICUમાં પહોંચી ગયા છે. હોસ્પિટલમાં તમામ ઓપરેશન ડૉ. પ્રશાંત વણઝારા દ્વારા કરાયા હતા. 2 દર્દીના મોત બાદ બોરીસણા ગામના દર્દીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. સોમવારે હોસ્પિટલમાં હોબાળા બાદ તમામ જવાબદાર તબીબો હોસ્પિટલમાંથી ફરાર થયા હતા. વિવાદ સામે આવ્યા બાદ હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન પણ ગાયબ થઈ ગયા હતા. હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે દર્દીઓ પોતાની મરજીથી હોસ્પિટલમાં આવ્યાનો દાવો કર્યો છે. ઓપરેશન માટે દર્દીઓની મંજૂરી લેવાઇ હતી કે કેમ તે અંગે CEOએ ગોળગોળ જવાબ આપ્યો હતો. ઘટના બાદ પોલીસે હોસ્પિટલ પહોંચી દર્દીઓ અને પરિવારજનોના નિવેદન નોંધ્યા અને સોલા સિવિલ,આરોગ્ય વિભાગ અને UN મહેતા હોસ્પિટલના 10 તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સરકારના આરોગ્ય વિભાગના કાર્ડિયોલોજિસ્ટ પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. વિવાદ સામે આવ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોગ્ય વિભાગે PMJAY યોજનાના એન્ટિ ફ્રોડ યુનિટને તપાસનાયા આદેશ આપ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT