બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'આંખમાં તકલીફ ને કાર્ડિયોગ્રામ કાઢ્યો', બોરિસણાના શખ્સ આવી રીતે બચ્યાં, ખ્યાતિની ખોલી પોલ
Last Updated: 04:41 PM, 12 November 2024
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં બચી ગયેલા એક શખ્સે મોટો ઘટસ્ફોટ કર્યો છે. હકીકતમાં ખ્યાતિ હોસ્પિટલે કડીના બોરિસણા ગામમાં મફત નિદાન કેમ્પ યોજીને લોકોને ખોટેખોટી રીતે હાર્ટના ઓપરેશન માટે મનાવી લીધાં હતા જેમને હૃદયરોગ નહોતો તેમના પણ સ્ટેન્ટ મૂકી દેવાયાં હતા.બોરિસણા ગામમાં દુકાન ચલાવતાં 65 વર્ષીય શકરાભાઈ પટેલે જણાવ્યુ છે કે હું પણ હોસ્પિટલના મફત નિદાન કેમ્પમાં ગયો હતો, મને આંખોમાં તકલીફ હતી તેમ છતાં પણ મારો કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યો હતો. શકરાભાઈએ કહ્યું કે બીજા દિવસે હોસ્પિટલ દ્વારા દર્દીઓને અમદાવાદ લઈ જવા માટે લક્ઝરીની ગોઠવણી કરાઈ હતી મને પણ અમદાવાદ જવાનું કહેવામાં આવ્યું પરંતુ મેં ચોખ્ખી ના પાડી હતી તેને કારણે હું બચી ગયો નહીંતર મારી હાલત પણ તેવી થાત.
ADVERTISEMENT
શું હતો ખ્યાતિ હોસ્પિટલનો કમનસીબ કાંડ
અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલે ડી તાલુકાના બોરીસણા ગામમાં મફત રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં 19 લોકોની એન્જીયોગ્રાફી કરાઈ હતી અને તેને બધાને ખ્યાતિમાં લાવીને 7 જણાની એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી જેમાંથી 2 લોકોના મોત થઈ જતાં હોસ્પિટલનું આખું ભોપાળું બહાર આવ્યું હતું.
ADVERTISEMENT
2 મૃતકો કોણ
કૂલ 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા જેમાં 7 દર્દીઓને ખોટેખોટા સ્ટેન્ટ મૂકાયા હતા જે પછી 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષીય બારોટ મહેશભાઈ ગીરધરભાઈ નામના દર્દીનું મોત થયું હતું આ સિવાય પાંચ દર્દીઓ હાલમા આઈસીયુની અંદર જીવન સામેનો જંગ લડી રહ્યાં છે.
શું બોલ્યાં નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે મને સમાચાર મળ્યાં હતા કે કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને અમદાવાદ લઈ જવાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.