બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિકાંડ બાદ ક્રાઈમબ્રાંચનું સોગંદનામું, મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પર કસાયો ગાળિયો, ખોટ દર્શાવી કર્યો હતો ખેલ
Last Updated: 09:22 AM, 13 December 2024
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ દર્દીઓના મોત મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા કોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં કાર્તિક પટેલને જામીન નહી આપવા ક્રાઈમ બ્રાંચ દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. તેમજ કાર્તિક પટેલ દ્વારા હોસ્પિટલ ખોટ કરતી હોવાનું દર્શાવી સમગ્ર કૌભાંડ આચર્યું છે.
ADVERTISEMENT
તેમજ કાર્તિક પટેલ જ ફ્રી કેમ્પ કરવા માટે દબાણ કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. તેમજ વધુમાં વધુ દર્દીઓને હોસ્પિટલમાં લાવવા આદેશ કરતો હતો. હોસ્પિટલને વધુમાં વધુ આવક થાય તે માટે દર્દીઓને શોધતા હતા. હોસ્પિટલમાં દર્દીઓને લાવવા ટાસ્ક કાર્તિક પટેલ જ આપતો હતો. હોસ્પિટલ દ્વારા સરકારની યોજનાની 16.14 કરોડની રકમ મેળવાઈ છે. તેમજ વિદેશ ગયેલા કાર્તિક પટેલ વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરાયું છે.
ADVERTISEMENT
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એન્ટ્રી થઈ છે. વિગતો મુજબ EDએ ક્રાઈમબ્રાંચ પાસે વિગત માગી છે. નોંધનિય છે કે, હવે આગામી સમયમાં ED હોસ્પિટલના ડિરેક્ટર્સ અને તબીબોની તપાસ કરી શકે છે. આ તરફ વિદેશમાં છૂપાયેલા કાર્તિક પટેલે આગોતરા જામીન માગ્યા છે છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ક્રાઈમબ્રાંચ, SIT અને ITની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી છે. વધુ તપાસ અને ખુલાસાઓ માટે હોસ્પિટલમાંથી 20 પોટલા ભરીને સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. ડિરેક્ટર્સ મિનિટ્સ બુક સહિત 3 હજાર 800 સર્જરી અને દર્દીઓના ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ડોક્ટર સંજય પટોલીયાને સાથે રાખીને હોસ્પિટલમાં સર્ચ
તપાસ અધિકારીઓએ આરોપી ડોક્ટર સંજય પટોલીયાને સાથે રાખીને હોસ્પિટલમાં સર્ચ કર્યું હતું. તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલના સીએને પણ સાથે રાખવામાં આવ્યા હતા. અત્રે જણાવીએ કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમબ્રાન્ચએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. હોસ્પિટલમાં 3 વર્ષમાં કુલ 112 દર્દીઓના મોત થયા હતા. તેમજ હોસ્પિટલમાં PMJAY હેઠળ 8 હજાર 534 દર્દીઓ સારવાર લીધી હતી. હોસ્પિટલમાં માત્ર સરકારી યોજનાના રૂપિયા માટે ઓપરેશન કરાતા હતા. સરકારી યોજનાના રૂપિયાની આવક છતા ખ્યાતિ હોસ્પિટલ ખોટ બતાવતી હતી. હોસ્પટિલે નાણાંકીય ભંડોળમાં 1.50 કરોડની ખોટ બતાવી હતી. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે આર્થિક નાણાકીયની હેરફેરને લઈને તપાસ કરવામાં આવી છે. PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ એરલાઇન્સે તપાસ શરૂ કરી છે. તેમજ અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.
કોણ છે ડો સંજય પટોળીયા ?
આરોપી ડો સંજય પટોળીયા અમદાવાદ બેરિયાટ્રિકસ હોસ્પિટલના સ્થાપક છે. 2021માં નવા ભાગીદાર કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપૂતને સામેલ કરીને ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી. દર્દીઓના મેડિકલ સારવારના તમામ નિર્ણય સંજય પટોલિયા લેતો હતો. આરોપી ઉદયપુર, અજમેર અને દિલ્હીમાં મુસાફરી કરીને નાસતો ફરતો હતો. નિવેદનના આધારે અન્ય 5 હોસ્પિટલને પણ ક્રાઈમ બ્રાંચે સમન્સ પાઠવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.