બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં આવ્યું કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતનું નામ, જેઓએ તબીબ ન હોવા છતાં મોટો કાંડ કરી નાખ્યો
Last Updated: 06:38 PM, 12 November 2024
કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જે બાદ દર્દીઓની એંજિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. જેમાં સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા.
ADVERTISEMENT
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી મામલે એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. જેમાં હોસ્પિટલનો કાર્યભાર કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત સંભાળતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર ઘટનામાં બેમાંથી એકપણ તબીબ હાજર ન હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે પવિત્ર વ્યવસાયને હોસ્પિટલ મેનેજમેન્ટે મોતનો વેપલો બનાવી દીતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. હાલ જવાબદાર ચિરાગ રાજપૂત હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ અને હોસ્પિટલ સંભાળનાર ચિરાગ રાજપૂત બંને તબીબના હોવા છતાં રૂપિયા કમાવવા હોસ્પિટલનો ધંધો શરૂ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કરી બેઠક
આ ઘટનાને લઇને લઇ અમદાવાદનું તંત્ર દોડતું થયું હતું. જેમાં AMCના આરોગ્ય વિભાગની ટીમ પણ એકશનમાં આવી હતી. AMC ના આરોગ્ય વિભાગની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી. ઉપરાંત AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓએ 2 ડોક્ટર અને પરિવારજનો સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત ડોક્ટર અને પરિવારજનો સાથે AMCના અધિકારીઓ બેઠક કરીને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી. ત્યારે હાલ 100 ડોક્ટરના સ્ટાફ સામે માત્ર 2 જ ડોક્ટર હોસ્પિટલમાં હાજર જોવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ 2022માં ખ્યાતિ હોસ્પિટલ સામે આ રીતની ફરિયાદ નોંધાઈ હતી.
સમગ્ર ઘટનાને લઇ રાજકારણ ગરમાયું હતુ. જેમાં ખ્યાતિ હોસ્પિટલની ઘટના પર હેમાંગ રાવલે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે. ખ્યાતિ હોસ્પિટલના ઘટના મુદ્દે કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતુ કે મેડિકલ કેમ્પ કરીને આયુષ્માન કાર્ડના રૂપિયા ખંખેરી લેવાનો આ કારસો છે. ગરીબોના રૂપિયા આવી રીતે કઢાવી લેવામાં આવે છે.
બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીને લઇને PMJAY યોજનાના નાયબ નિયામકનું નિવેદન સામે આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતુ કે દર્દીઓની નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરાશે. કેટલા દર્દીઓ હતા અને કેટલા દર્દીઓને ખરેખર ઓપરેશનની જરૂર હતી તેની તપાસ થશે. ગંભીર દર્દીઓની સારવાર પણ કરાશે. PMJAY યોજનાના નામે કૌભાંડ થયું હોવાનું સામે આવશે તો પેમેન્ટ હોલ્ડ પર મુકી દેવાશે. અને જરૂરિયાત જણાતા તબીબો અને હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાશે.
આ પણ વાંચો: વડોદરા રિફાઈનરી કંપનીમાં વધુ એક પ્રચંડ બ્લાસ્ટ, 1 ભડથું, 4 શહેરોની ફાયર ટીમને કોલ
સમગ્ર ઘટનામાં અમદાવાદના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતુ કે સમગ્ર ઘટના પર AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગામના સભ્યોને પરિવારજનોની ફરિયાદ હેલ્થ વિભાગમાં સ્વીકારવામાં આવશે. પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં હાજર ગામના લોકોની લેખિતમાં રજૂઆત લેવામાં આવશે. હોસ્પિટલના મેનેજમેન્ટ ને ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે કોઈ વાત થઈ નથી. અગાઉ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે તેની માહિતી લેવામાં આવશે. નિયમ એમ કે છે કોઈપણ વ્યક્તિનું ઓપરેશન થાય તેના સંબંધીને પૂછ્યા વિનાના કરી શકાય. ત્યારે મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કર્યા બાદ તમામ કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.