બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલના ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ
Last Updated: 10:22 AM, 18 January 2025
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો આ સમયે તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. ત્યારે કાર્તિક પટેલને પકડવામાંમ ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી હતી. જેમાં અમદાવાદ એરપોર્ટથી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કેટલાક સમયથી ફરાર હતો
ADVERTISEMENT
ખ્યાતિકાંડ બાદ કાર્તિક પટેલ છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. જેમાં કાર્તિક પટેલ વિદેશમાં નાસતો-ફરતો હોવાની માહિતી મળી હતી. ત્યારે તેના એરપોર્ટ આવવાની બાતમી મળતા કાર્તિક પટેલને એરપોર્ટથી પકડી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર લોકો પ્લેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો સચ્ચાઈ
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો હવે તેને આરોપીની જેમ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.