બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલના જવાબદારોનું બેજવાબદાર નિવેદન, ડિરેક્ટર માટે મોત જાણે સામાન્ય ઘટના!
Last Updated: 06:01 PM, 12 November 2024
ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મૃત્યું મુદ્દે હોસ્પિટલનાં CEO ચિરાગ રાજપૂત મીડિયા સમક્ષ આવ્યા હતા. ચિરાગ રાજપૂતે જણાવ્યું હતું કે, 10 નવેમ્બરે બોરીસણામાં કેમ્પ કર્યો હોવાની વાત કરી હતી. તેમજ તેઓએ બચાવમાં કહ્યું હતું કે અનેક લોકોને કેમ્પનો લાભ આપ્યો છે. તેમજ 20 લોકો સ્વેચ્છાઓ સારવાર માટે આવ્યા હતા. રિપોર્ટ કરી તેમને એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. ર્ડા. પ્રશાંત વજરાનીએ ઓપરેશન કર્યા હોવાની કબૂલાત કરી હતી. હજુ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તપાસમાં સહકાર આપવા રટણ કર્યું હતું.
ADVERTISEMENT
ડો પ્રશાંત વીજરાણીએ એંજિયોપ્લાસ્ટી કરી હતીઃ ડો.રાજેન્દ્ર
ADVERTISEMENT
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે હોસ્પિટલનાં ડીરેક્ટરે મીડીયા સમક્ષ નિવેદન આપ્યું હતું. આ સમગ્ર મામલે મેડિકલ ડીરેક્ટર ર્ડા.રાજેન્દ્ર ખાંબેટેએ નિવેદન આપ્યું હતું કે, ગામનાં સરપંચ કે આગેવાનને મળી કેમ્પ કરીએ છીએ. કુલ 120 દર્દીઓને તપાસ્યા હતા. 120 માંથી 19 ને સારવાર માટે લવાયા હતા. જેમાંથી 2 દર્દીઓનાં મોત નિપજ્યા છે. તેનું દુઃખ છે. ડો. પ્રશાંત વીજરાણીએ એજિયોપ્લાસ્ટી કરી હતી. અમે એક નહી તમામ હોસ્પિટલ કેમ્પ કરતી હોય છે. તેમજ પંદર દિવસમાં એક કેમ્પ યોજવામાં આવે છે.
મોત મામલે તપાસનો ધમધમાટ
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કેમ્પમાં 100 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. 20 જેટલા દર્દીઓને સારવાર માટે બોલાવ્યા હતા. મૃતકને અસારવા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. વીડિઓગ્રાફીથી પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ અને એક્સપર્ટનાં રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારી ખુલશે તો ગુનો નોંધવામાં આવશે.
હોસ્પિટલ પરથી દર્દીઓનો ભરસો ઉઠ્યો
ખ્યાતી હોસ્પિટલમાં 2 દર્દીઓનાં મોત મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખ્યાતી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડાશે. 2 દર્દીઓનાં મોત બાદ અન્ય દર્દીઓ બીજી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. હોસ્પિટલમાં હોબાળો થતા ડોક્ટર પણ હોસ્પિટલમાં હાજર નથી. હોસ્પિટલ પરથી દર્દીઓનો ભરોસો ઉઠ્યો છે.
કણજરી ગામમાં 20 થી 25 લોકોએ ચેકઅપ કરાવ્યું હતું
VTV NEWSની ટીમ એ જગ્યાએ પહોંચી હતી જે જગ્યાએ કેમ્પ યોજાયો હતો. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના કણજરી ગામમાં પણ નિશુલ્ક કેમ્પ યોજાયો હતો.. 3 મહિના પહેલા કણજરીમાં કેમ્પનું આયોજન થયું હતું. કણજરી ગામમાં 20 થી 25 લોકોએ ચેકઅપ કરાવ્યું હતું. PMJAY કાર્ડ હતા તેવા 12 લોકોને અમદાવાદ બોલાવ્યા હતા તેમાંથી 6 લોકોની એન્જિયોગ્રાફી કરી નાંખી હતી.આમ માત્ર એક ગામ નહીં આ રીતે અનેક ગામોમાં કેમ્પ કરીને અનેક લોકોની કોઇપણ જાતની પરમિશન વગરજ એન્જિયોગ્રાફી કરી નાંખી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વધુ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલ પર એક્શનની તૈયારી, મૃતકનું પોસ્ટમોર્ટમ સિવિલમાં થશે, દર્દીઓને ખસેડી લીધા
7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના બોરીસણા ગામે ફ્રી કેમ્પનું આયોજન કરાયું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓના મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતી કાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, તેવું જણાવ્યું હતું. જે બાદ દર્દીઓને અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.