બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટ / ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડિરેક્ટર સંજય પટોળીયાની ધરપકડ, અન્ય 5 હોસ્પિટલોને પણ સમન્સ
Last Updated: 02:45 PM, 4 December 2024
Khyati Hospital : ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે ક્રાઈમબ્રાંચને મહત્વની સફળતા મળી છે. વાસ્તવમાં ભાગેડુ આરોપી ડૉ.સંજય પટોળીયાની ધરપકડ કરાઇ છે. નોંધનિય છે કે, ડૉ.સંજય પટોળીયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો. આ સાથે રાજકોટમાં ડૉ.સંજય પટોલીયા ન્યૂ લાઈફ નામથી હોસ્પિટલ ચલાવતો હતો. સંજય પટોળીયા રાજકોટમાં છુપાઈને બેઠો હતો. જોકે આ ઘટના બાદ તેણે આગોતરા જામીન અરજી આપી હતી પણ આગોતરા જામીન અરજી રિજેક્ટ થતા અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન સોલા મિત્રના આર.કે.જે ફાર્મ હાઉસ પાસે છુપાયો હતો. જે બાદમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સંજય પટોળીયાની તપાસમાં મોટો ખુલાસો થયો છે. સંજય પટોળીયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વિગતો મુજબ સંજય પટોળીયા રાજકોટમાં છુપાઈને બેઠો હતો અને ત્યાંથી તેણે આગોતરા જામીન અરજી આપી હતી. આ તરફ આગોતરા જામીન અરજી રિજેક્ટ થતા અમદાવાદ આવ્યો હતો. જોકે સંજય સોલા મિત્રના આર.કે.જે ફાર્મ હાઉસ પાસે છુપાયો હતો અને આર.કે.જે ફાર્મ હાઉસ પાસેથી તેણે કોલ કર્યા હતો. આ તરફ ક્રાઈમ બ્રાન્ચે મોબાઇલ ટ્રેસ કરી સંજય પટોળિયાની ધરપકડ કરી હતું.
ADVERTISEMENT
આ બધાની વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં હવે સંજય પટોળીયાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. નોંધનિય છે કે, ક્રાઇમ બ્રાન્ચે 5 હોસ્પિટલને સમન્સ પાઠવીને પૂછપરછ શરૂ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે ક્રાઇમ બ્રાંચની તપાસ તેજ બની છે.ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કાઈમબ્રાંચે 100થી વધુ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સાથે PMJAYના મુખ્ય CMOને પૂછપરછ માટે બોલાવ્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા અન્ય ફાયનાન્સ કંપનીના રિજિયોનલ મેનેજરને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ થશે.
વધુ વાંચો : રિક્ષા ચાલકો મીટર લગાવી દેજો, નહીંતર થશે મસમોટો દંડ, પોલીસે લીધો મોટો નિર્ણય
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કરતૂતો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાંથી રાક્ષસ તબીબો પર ફિટકાર વરસી રહ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા હતા. જે બાદમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કાઈમબ્રાંચે 100થી વધુ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ તમામ લોકોની પૂછપરછ કરવાની કવાયત હાથ ધરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT