Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સર્વિસ / ઓ "ડ્રાઇવર બેન" મારી ગાડી ચલાવશો...! કરો ફક્ત એક કૉલ ને તમારા પરિવાર માટે મેળવો મહિલા કાર ચાલક

ઓ

આજ કાલ સમયની સાથે આગળ વધતાં લોકોને પોતાનાં પરિવાર અને ખાસ કરીને પરિવારની મહિલાઓ જેવીકે દીકરી, બહેન, પત્ની, પુત્રવધુ અને ઘરડી માં વગેરેની ખૂબ ચિંતા હોય છે,તેઓને ઘરથી બહાર લાવા અને લઈ જવા એ દરેક પુરૂષ માટે ખૂબ જવાબદારી વાળું કામ છે અને એક જાગૃત સમાજનાં નાગરિક તરીકે પ્રથમ ફરજ પણ છે.

આવાં સમયમાં સ્કૂલ વેનથી લઈને પોતાનાં ઘર કે ઓફિસે લઈ જવાતી કાર માંટે ડ્રાઇવર ખૂબ આસાનીથી મળી જાય છે પરંતુ સમાજમાં વધતાં ક્રાઈમ સાથે લોકોમાં એકબીજા પ્રત્યેનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. સાથે સાથે મહિલાઓ ઉપર થતાં ક્રાઈમનો રેટ (આંકડાઓ) વધી રહ્યાં છે જેને કારણે સરકાર સમાજ અને પોલીસ વિભાગ ખૂબ ચિંતિત છે. જેને લઈને અગર કોઈ એવી વ્યવસ્થા બને છે અથવા બની રહી છે અથવા બનેલી છે તો સૌ કોઈ તેનો ઉપયોગ પોતાનાં પરિવારની સુરક્ષા અને સુવિધાને કારણે અપનાવશે.

જી હાં, આજે આપણે એવી જ કોઈ વ્યવસ્થાની વાત કરીશું જે ખરેખર હોવી જોઈએ અને એમાંય જો આવી વ્યવસ્થા સરકારી ધોરણે શરૂ કરવામાં આવે તો ખૂબ આવકારીય બની રહે અને મહિલા સુરક્ષા બાબતે સરકાર કેટલી ચિંતિત છે તે બાબતે ખૂબ અસરકારક પગલું સમજી શકાય. વાત છે અમદાવાદ જેવાં "મેટ્રો" શહેરની અને શહેરમાં ચાલતી એક NGO દ્વારા સંચાલિત ખૂબ સરસ વ્યાવસાયિક "સેવા-સુરક્ષા" જેને કારણે સમાજમાં ડબલ ફાયદો થઈ રહ્યો છે. એક તો તે વ્યવસ્થા એટલે કે વ્યાવસાયિક સેવાનો ઉપયોગ કરનારને અને બીજો ફાયદો તે વ્યાવસાયિક સેવા સાથે જોડાઈને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવનાર ને....!!

સંપૂર્ણ વાત મહિલા સાથે જોડાયેલી અને મહિલા સુરક્ષાને લઈને વિચારાયેલી. જેમાં એક સાથે બન્ને સમસ્યાનો હલ જોવા મળે છે. "ડ્રાઇવર બેન" એક એવીજ વ્યાવસાયિક સર્વિસ છે જેનો ઉપયોગ કરતાં પરિવારોને ધીમે ધીમે પોતાનાં પરિવારની મહિલાઓ વિશે નિશ્ચિન્ત કરી રહી છે. ખૂબ ઓછાં લોકોને ખબર હશે કે પોતાનાં શહેરમાં આવા પ્રકારની કોઈ વ્યાવસાયિક સેવા ચાલી રહી છે અને તેનો ઉપયોગ કેટલી સરળતાથી કરી શકાય છે...!!

તો ખૂબ સરળ અને ફક્ત એક કૉલ ઉપર ઉપલબ્ધ થનારી આ સેવા શહેરનાં એક NGO દ્વારા ચલાવવામાં આવી રહી છે.જેમાં પોતાની કાર માટે મહિલા ડ્રાઇવર સાથે કાર અને કેબ સર્વિસ વગેરે જેવી વ્યવસ્થા એક નંબર ડાયલ કરો અને મેળવો આપની જરૂરિયાત મુજબની "ડ્રાઇવર બેન"નાં નામે ચાલતી વ્યાવસાયિક સેવા...!

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ