માંગ / અમદાવાદમાં રથયાત્રા યોજવા જગન્નાથ મંદિર, હિન્દુ સંગઠનો સરકાર અને કોંગ્રેસે કરી હતી માંગ, HCએ અરજી ફગાવી

Ahmedabad Jagannath rathyatra High court coronavirus gujarat

જગન્નાથપુરીમાં જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી મળતા અમદાવાદમાં પણ રથયાત્રા યોજાય તેવી આશા જાગી હતી. અમદાવાદીઓ, VHP, હિન્દુ યુવા વાહિની, હિન્દુ સંગઠનો, અમદાવાદ જગન્નાથજી મંદિર અને કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રથયાત્રા યોજવા માગ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી હતી કે શરતો આધિન અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી આપવામાં આવે. પરંતુ હાઇકોર્ટે તમામ અરજીઓ રદ્દ કરી દીધી છે. અમદાવાદમાં રથયાત્રા યોજવા મુદ્દે મોડી રાત્રે ચુકાદો આપતા હાઇકોર્ટે કહ્યું કે, રથ મંદિરની બહાર નહીં નીકળી શકે, રથ મંદિરમાં જ બરોબર છે. સરકાર રથયાત્રાની નહીં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે. મહત્વનું છે કે આ અગાઉ પણ કોરોનાના કારણે રથયાત્રા પર હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ