બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિદેશમાં બિઝનેસનું સેટિંગ પાડવા લેભાગુ એજન્ટે યુવક સાથે કર્યો 22 લાખમાં સોદો, SOGએ દબોચ્યો
Last Updated: 08:14 PM, 14 June 2024
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. એજન્ટએ રૂપિયા 22 લાખમાં યુ.કે મોકલવા નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમીગ્રેશન અધિકારીને શંકા જતા મુસાફરની તપાસ દરમિયાન પાસપોર્ટ બોગસ બનાવ્યો હોવાની હકીકત સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિદેશ જવાની ઘેલછા પડી ભારે!
એસઓજીએ બોગસ પાસપોર્ટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.એસઓજીએ યુવકનું નામ દિલીપ રાજુભાઈ મોઢવાડિયાને દબોચી લીધો છે. આરોપી મૂળ પોરબંદરનો રહેવાસી છે અને બે દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી યુ.કે જવાની તૈયારી કરી રહ્યો હતો. જો કે એરપોર્ટ ઈમીગ્રેશન અધિકારીએ શંકા આધારે તેને રોકીને તપાસ અને પૂછપરછ કરતા તેનો પાસપોર્ટ બોગસ હોવાનું સામે આવ્યું છે. રાજુ બગોન નામના યુકેના રહેવાસીએ યુવક દિલીપને પોતાનો પુત્ર બતાવી વિઝા અપાવ્યા હતા. જે પાસપોર્ટ બનાવવા માટે યુવકે 22 લાખ રુપિયા ચુકવ્યા હતા. જે હકીકત સામે આવતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી એસઓજીએ તપાસ શરુ કરી છે.
વાંચવા જેવું: 'હું વિદેશનું સેટિંગ કરી આપીશ', કહેનારા લેભાગુઓથી સાવધાન! સુરતમાં તોડબાજે 10 લાખ ખંખેરી લીધા
આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી
SOG ક્રાઇમે બોગસ પાસપોર્ટ સાથે પકડેલા આરોપી દિલીપ મોઢવાડીયાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી. આ ઉપરાંત ખોટા દસ્તાવેજથી જન્મનો દાખલો અને બોગસ પાસપોર્ટ બનાવવામાં અન્ય કોણ વ્યક્તિની સંડોવણી છે. તેમજ કબૂતરબાજી કેસમાં ક્યા ક્યાં એજન્ટની સંડોવણી છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.