'બી સફલ કન્સ્ટ્રક્શન' પર આયકર વિભાગના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ

By : kavan 08:32 AM, 13 February 2019 | Updated : 09:05 AM, 13 February 2019
અમદાવાદ: બી સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લીમીટેડ પર ઇન્કમટેક્ષ વિભાગના દરોડા પાડ્યા છે. 15થી વધુ ઇન્કમ ટેક્સ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

નોટબંધી બાદના નાંણાકીય વ્યવહારોની તપાસ થશે. હાલ અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યાં છે. કોમ્પ્યુટર, હાર્ડડ્રાઈવ અને ફાઈલ્સની તપાસ ચાલુ છે. મોટી નાંણાકીય ગેરરિતી ઝડપાવવાની આશંકાએ કાર્યવાહી કરવામાં આવી છે.
  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી જાહેર કર્યા બાદ દેશના કેટલાય મોટા માથા પાસે રહેલા કાળાનાણા બહાર લાવવાના ઉદેશ્ય સાથે આયકર વિભાગ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગતરોજ અમદાવાદના નામી બિલ્ડર ગ્રુપ બી સફલ પર આઇ.ટી વિભાગ ત્રાટક્યું હતું. 

મોડી રાતે પાડવામાં આવેલ દરોડામાં રાજ્યના આયકર વિભાગે તમામ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. ડિજીટલ બીલોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો અનુસાર, મોટી બેનામી સંપત્તિ બહાર આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ત્યારે હવે જોવું જ રહ્યું કે, આગામી સમયમાં કેટલા બેનામી વ્યવહાર બહાર આવે છે.
 Recent Story

Popular Story