બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 12 વર્ષના લગ્ન જીવનનો કરૂણ અંત! પત્નીએ ઘર કંકાસમાં પતિનું ગળું દબાવી કરી હત્યા
Last Updated: 10:35 PM, 3 August 2024
અમદાવાદના અસલાલીમાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. પતિના નશો કરવાની ટેવના કારણે અવાર નવાર થતા ઝઘડાથી તંગ આવીને પત્નીએ ગળું દબાવી પતિની હત્યા નિપજાવી છે.
ADVERTISEMENT
પત્નીએ જ પતિની હત્યા કરી
ADVERTISEMENT
હત્યા કર્યા બાદ પત્ની બે બાળકો સાથે ફરાર થઈ ગઈ હતી. જો કે પોલીસને જાણ કરતા જ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. 31મી જુલાઇના દિવસે રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ જ્યારે મૃતકના મોટાભાઈ જ્યારે નોકરી પર હાજર હતા. તે દરમિયાન તેમના પત્નીનો ફોન આવ્યો હતો અને જલ્દી થી ઘરે બોલાવ્યા હતા. જેથી તેઓ ઘરે પહોચ્યા હતાં. જ્યાં પલંગ પર તેમના મોટાભાઇ કીરણભાઇ મૃત હાલતમાં જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો: ગુજરાતમાં સાત દિવસ ભૂક્કા કાઢશે વરસાદ..! આ જિલ્લાઓમાં અપાયું એલર્ટ, જાણો આગાહી
હત્યા કર્યા બાદ પત્ની બે બાળકો સાથે ફરાર થઈ
જેમના માથા પર સફેદ કલરનો પાટો બાંધ્યો હતો. અને આંખ પર વાગેલુ હતું. પરંતુ તેમના ભાઇની પત્ની અને બે ભત્રીજા ઘરે હાજર ના હતાં. જે બાબતની જાણ તેમણે પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી અને મૃતદેહને પોસ્ટમોટ્મ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.