બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્વાદના શોખીનો ચેતજો! ચટણીમાંથી નીકળી ગરોળી તો સમોસામાંથી જીવાત, જુઓ વીડિયો
Last Updated: 06:20 PM, 6 August 2024
રાજ્યમાં છાશવારે ખાણી-પીણીમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવે છે, ક્યારેક ઢોસામાથી જીવાત નીકળે છે, તો ક્યારેક નમકીનના પેકેટમાંથી જીવાત નીકળે છે. આ સમયે ફૂ઼ડ વિભાગ દેખાડો કરવા માટે કામગીરી પણ કરે છે. આમ છતાં ખાણી-પીણીમાંથી જીવાત નીકળવાનું બંધ થતું નથી. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 3 સ્થળેથી ખાણીપીણીમાંથી જીવાત નીકળવાની ઘટના બની છે.
ADVERTISEMENT
ખાણીપીણીમાંથી જીવાત નીકળવાની ઘટના યથાવત
ADVERTISEMENT
આજે વડોદરામાં જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાનની મીઠાઇમાંથી માખી નીકળી છે. આ માખી કોર્પોરેશનના સિક્યુરિટી કર્મચારીએ ખરીદેલી મિઠાઈમાંથી જ નીકળી છે. જેથી ગ્રાહકે આરોગ્ય વિભાગ તપાસ કરે તેવી માગ કરી છે. આવી જ રીતે આજે મહેસાણાના કડીમાં સમોસામાંથી જીવાત અને ચટણીમાંથી ગરોળી નીકળી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોના આધારે ફૂ઼ડ વિભાગે ઉમેશ ગુપ્તા નામના વેપારીની દુકાનમાં દરોડા પાડીને સેમ્પલ લીધા છે. આવી જ એક ઘટના ગઈકાલે પણ સામે આવી હતી. ગઈકાલે મણિનગરના ગ્વાલિયા સ્વીટની મીઠાઈ ફૂગવાળી નીકળી હતી. જેથી મિઠાઈ ખરીદનારી મહિલાએ AMC ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના કારણે AMCના ફૂડ વિભાગે ગ્વાલિયા સ્વીટને સીલ કર્યું હતું.
આ પણ વાંચો: વન રક્ષકની ભરતીને લઈ મોટા સમાચાર, શારીરિક કસોટી માટે વધારે ઉમેદવારોને બોલાવવા સરકારની સૂચના
હયાત હોટલના સાંભારમાંથી જીવાત બદલ દંડ
તો બીજી તરફ અમદાવાદની હયાત હોટલના સાંભારમાંથી જીવાત નીકળવાનો મામલે બે લાખનો દંડ ફટકારાયો છે. હોટલે ગ્રાહકને પીરસેલા સાંભારમાંથી જીવાત નીકળી હતી. જે મામલે AMCએ હોટલનું કિચન સીલ કર્યુ હતું. AMCએ હયાત હોટલને બે લાખનો દંડ ફટકારીને કિચનનું સીલ ખોલી આપ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.