પતિ -પત્નિ એક જ સ્થળે નોકરી કરતા હોઈ એક સાયકલપર નોકરીના સ્થળે જતા હતાં. જોકે પતિ વારંવાર પત્ની પાસે સાયકલ પાછળ બેસવાનું ભાડું માંગતો હતો. અંતે કંટાળેલી યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગતા પતિના મનસૂબા છતાં થયા. જાણો કેમ પતિ વારંવાર પત્નીને આ રીતે હેરાન કરતો હતો.
પતિએ કહ્યું તારે પણ નોકરી કરવી પડશે
હું તને મારી સાયકલ પર લઈને આવુ છું તો તું મને તેનું ભાડું આપ -પતિ
કાઉન્સેલિંગ કરી બાંહેધરી લેવામાં આવી હતી
પતિએ કહ્યું તારે પણ નોકરી કરવી પડશે
બિહારની મીનાક્ષી(26)ના લગ્ન અમદાવાદના વિંઝોલમાં રહેતા મુકેશ(28) સાથે 8 વર્ષ પહેલા થયા હતા. શરુઆતમાં તેમનું લગ્નજીવન સારુ ચાલ્યું હતુ. લગ્નજીવન દરમિયાન તેઓ 3 દીકરીઓના માતા પિતા બન્યા હતા. એ બાદથી મુકેશ વારંવાર મીનાક્ષીને ત્રાસ આપવા લાગ્યો હતો. ગૃહેણી મીનાક્ષીને તે વારંવાર કહેતો કે તારી તારો, 3 દીકરીઓનો અને મારા માતા પિતા સહિત ઘરનો ખર્ચ ઉપાડવામાં મારી કમર તુટી જાય છે. તારે પણ નોકરી કરવી પડશે.
હું તને મારી સાયકલપર લઈને આવુ છું તો તું મને તેનું ભાડું આપ -પતિ
પતિની વાત માની મીનાક્ષી પણ વટવા જીઆઈડીસીની એ જ કંપનીમાં નોકરી શરુ કરી જ્યાં તેનો પતિ મુકેશ નોકરી કરતો હતો. મુકેશ અને મીનાક્ષી એક જ સાયકલપર નોકરીએ જતા-આવતા. મુકેશ મીનાક્ષીને વારંવાર કહેતો કે હું તને મારી સાયકલ પર લઈને આવુ છું તો તું મને તેનું ભાડું આપ. કંટાળેલી મીનાક્ષીએ પતિને કહ્યું કે હું તને સાયકલમાં 20 રુપિયા ભાડું આપું એના કરતા રિક્ષામાં એટલું જ ભાડું આપી શાંતિથી ન આવું? એ બાદ મીનાક્ષી રિક્ષામાં જવા લાગી પણ સમસ્યા એ હતી કે મુકેશ મીનાક્ષીનો પુરે પુરો પગાર લઈ લેતો હતો. જેથી તેની પાસે રિક્ષા ભાડાના પૈસા બચતા નહોંતા.
કાઉન્સેલિંગ કરી બાંહેધરી લેવામાં આવી હતી
અંતે કંટાળેલી મીનાક્ષીએ મહિલા હેલ્પલાઈન ‘181 અભયમ્’ની મદદ માંગતા કાઉન્સેલર શીતલબહેન ત્યાં પહોંચ્યા હતા. ત્યારે કાઉન્સેલિંગ દરમિયાન મુકેશે દલીલ કરી કે એ નોકરી જાય ત્યારે એની છોકરીઓને મારા મમ્મી સાચવે છે. એના પૈસા તો હું નથી માંગતો પણ તેણે મને સાયકલનું ભાડું તો આપવું પડેને? શીતલબહેને સમજાવ્યું કે છોકરીઓ એની એકલીની નથી તમારી પણ છે. અને બન્ને નોકરી કરો તો તમારું ઘર સારી રીતે ચાલી શકે. કાઉન્સેલિંગ દરમિયાન ખબર પડી કે મુકેશને પુત્ર ન થયા તે ઈચ્છતો હતો કે મીનાક્ષી તેને છોડી જતી રહે અને એટલા માટે તે અલગ અલગ કારણોથી તેને હેરાન કરતો હતો. અંતે દંપત્તિનું કાઉન્સેલિંગ કરી બાંહેધરી લેવામાં આવી હતી. જેમાં મુકેશ પત્નીને રોજના 200 રુપિયા આપશે અને તેને હેરાન નહીં કરે એવું લખાણ પણ લેવાયું. સાથે શીતલબહેને તેમની દીકરીઓ માટે સરકારની ‘વ્હાલી દીકરી યોજના’ની સમજ પણ આપી હતી.
(પાત્રોના નામ બદલ્યા છે) સ્ટોરી : ધર્મિષ્ઠા પટેલ, મુંબઈ