સવાલ / કોરોનાના ટેસ્ટિંગ મામલે અમદાવાદ હોસ્પિટલ્સ એસો.ના પત્રથી રૂપાણી સરકારના દાવાઓ પર મોટો સવાલ

Ahmedabad Hospitals Association questions guj govt lower testing policy

વિશ્વ આખું જ્યારે કોરોનાની લડતમાં ઝઝુમી રહ્યું છે ત્યારે વધુમાં વધુ લોકોના ટેસ્ટીંગ કરીને જ વિશ્વના વિવિધ દેશો પોતાનાં લોકોને કોરોનાથી દૂર રાખવાં પ્રયત્ન કરી રહી છે. આવામાં આખા દેશમાં ગુજરાત કોરોનાના કેસમાં ત્રીજા નંબરે છે ત્યારે રૂપાણી સરકારની કૉવિડ-19ની કામગીરી પર સવાલો ઊઠ્યાં છે. સૌથી મોટો આરોપ ગુજરાતમાં ટેસ્ટિંગ ઓછો કરવાનો વારંવાર લાગી રહ્યો છે.  સરકારના અધિકારીઓ પણ મહામારીમાં પણ આરોગ્ય તંત્રને ઢાકવાં નત નવા આદેશ આપી કોરોના પોઝિટિવ કેસ ઓછા બતાવવા મથી રહી છે તેવો દાવો કરતી વિગતો સામે આવી રહી છે. વિપક્ષ સહિત દેશમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાતમાં ઓછા ટેસ્ટિંગ થઈ રહ્યાં છે. આવામાં અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોશિયેશનનો આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને લખેલા પત્રથી આ વાતમાં ચોક્કસપણે દાવા સાચા લાગી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ