બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ નોંધાયો, 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

અપડેટ / અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ નોંધાયો, 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

Last Updated: 04:23 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, કૃષ્ણનગરમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે

ચીની 'હ્યુમન મેટાન્યુમો વાઈરસ'(HMPV)ના કેસ ગુજરાતમાં નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે. ત્યારે HMP વાઈરસના અમદાવાદમાં અત્યાર સુધીમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વાયરસનો એક કેસ સાબરકાંઠામાં પણ જોવા મળ્યો હતો. જો કે, અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે. કૃષ્ણનગરમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

HMPV-virus

અમદાવાદમાં 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. કૃષ્ણનગરમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે. જેને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ સાથે જ અમદાવાદમાં HMPVના કુલ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે.

અગાઉ 80 વર્ષના વૃદ્ધને HMPV કેસ પોઝિટિવ આવ્યો હતો

અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધને HMPV કેસ પોઝિટિવ આવ્યો હતો. સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દી સારવાર હેઠળ છે. અસ્થમાની બીમારી ધરાવતા દર્દીનો HMPV કેસ પોઝિટિવ આવ્યો હતો.

હિંમતનગરમાં 8 વર્ષના બાળકને HMPV પોઝિટીવ આવ્યો હતો

HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ખાનગી હોસ્પિટલમાં 8 વર્ષના બાળકને HMPV પોઝિટીવ આવ્યું હતું. પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ બાળકનું રિપોર્ટ પોઝિટિવ આવ્યું હતું. ત્યારે બાળકને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.

મેટાન્યુમો વાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો

- મેટાન્યુમો વાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.

- વર્ષ 2001થી આ વાઈરસની ઓળખ થયેલ છે.

- આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do's) ?

- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.

- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

- ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.

- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.

- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.

- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.

- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.

- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

PROMOTIONAL 12

આ પણ વાંચો: '...કે પછી આખી દાળ જ કાળી...?', અમરેલી પત્રકાંડ પર પરેશ ધાનાણીની પોસ્ટથી ગરમાયું રાજકારણ

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don'ts):

- આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.

- ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.

- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad HMPV Case HMPV Case Update Human Metapneumo Virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ