Cyber Crime Gujarat High Court News: ફરિયાદ બાદ પણ 2 વર્ષ સુધી પોલીસે કાર્યવાહી ન કરતા યુવતી પહેંચી HC, કોર્ટે છેતરપિંડી મામલે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા સાયબર ક્રાઈમને કર્યો આદેશ
સાયબર ક્રાઈમ વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ
ફરિયાદ બાદ પણ 2 વર્ષ સુધી પોલીસે કાર્યવાહી ન કરતા યુવતી પહેંચી HC
છેતરપિંડી મામલે તપાસ કરીને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા સાયબર ક્રાઈમને આદેશ
અમદાવાદ સાયબર ક્રાઈમની ઢીલી કામગીરી મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે. વાત જાણે એમ છે કે, સાયબર ક્રાઇમમાં ફરિયાદના 2 વર્ષ બાદ પણ કામગીરી ન થતા અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ તરફ HCએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છેતરપિંડી મામલે તપાસ કરીને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા સાયબર ક્રાઈમને આદેશ કર્યો છે.
File Photo
અપના રોજિંદા જીવનમાં સાયબર ક્રાઇમના અનેક કેસો સામે આવે છે. જેમાં કેટલાક કેસોમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. આ દરમિયાન લગ્નની લાલચ આપીને યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાના એક કેસમાં સાયબર ક્રાઇમ દ્વારા બે વરસ બાદ પણ નક્ક કામગીરી નહિ થતાં અરજદારો ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.
File Photo
શું હતો સમગ્ર મામલો ?
એક યુવતીને લગ્નની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી. જેમાં મેટ્રોમોનિયલ સાઇટ પર ડોક્ટરની ઓળખ આપી લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાવ્યાને 2 વર્ષ બાદ પણ કોઈ કામગીરી થઈ ન હોવાનો આધાર લઈ યુવતીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
File Photo
શું કહ્યું ગુજરાત હાઇકોર્ટે ?
સમગ્ર મામલે ગુજરાત હોઇકોર્ટમાં યુવતીએ અરજી કરી હતી. જેમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરે 2 વર્ષ થયા બાદ પણ કોઈ કામગીરી ન થઈ હોવાનું જણાવ્યું હતું હતું. જેને લઈ ગુજરાત હાઇકોર્ટે સાયબર ક્રાઇમની કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે છેતરપિંડી મામલે તપાસ કરીને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા સાયબર ક્રાઈમને આદેશ કર્યો છે.