બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'બાઈકની પાછળ બેસનારાને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત', અમલવારી મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ
Last Updated: 04:57 PM, 7 August 2024
અમદાવાદમાં દ્વિચક્રીય વાહન માટે હેલ્મેટની અમલવારીને લઈ ગુજરાત હાઈકોર્ટ મહત્વનો આદેશ કર્યો છે. જેમાં વાહન ચલાવનારની સાથે સાથે ટુ વ્હીલરમાં પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે
ADVERTISEMENT
ગુજરાત હાઇકોર્ટ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદના ટ્રાફિક અને તે દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથો સાથ હાઈકોર્ટે બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા આદેશ કર્યો છે. બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું તે અંગે અમલવારી ન થતી હોવાથી હવે તે પણ અમલવારી કરાવવા આદેશ કર્યો છે
ADVERTISEMENT
અમલવારી માટે હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો
હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી બની ગઈ છે, ત્યારે વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે 15 દિવસમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઇકોર્ટ સરકારને આદેશ કર્યો છે.
આ પણ વાંચો: વિધવા પેન્શન માટે પુન:લગ્નનું પ્રમાણપત્ર જરૂરી નહીં, ગંગા સ્વરૂપા બહેનોના હિતમાં સરકારનો નિર્ણય
'સમીક્ષા બેઠક બોલાવી છે'
કોર્ટના આ આદેશ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ જે માર્ગદર્શન આપે છે તે અમે કરીએ છીએ. હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું, જે સમીક્ષા બેઠક સાંજે બોલાવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.