બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ, વાહનચાલકો પરેશાન
Last Updated: 04:19 PM, 9 August 2024
રાજ્યમાં મેઘરાજા ભરપૂર મહેર વરસાવી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. મહત્વપૂર્ણ છે કે આજે હવામાન ખાતાએ અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ
ADVERTISEMENT
મેમનગર, નેહરુનગર, આંબલી ગામ, બોપલ, એસ.જી રોડ, આંબાવાડી, પ્રહલાદનગર, સોલા, બોડકદેવ, શ્યામલ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો
આ પણ વાંચો: 'આવનારા 5 દિવસ દરિયો ન ખેડતા', રાજસ્થાનથી આવતા ટ્રફના કારણે હવે ઉત્તર ગુજરાતમાં જામશે વરસાદી માહોલ
કાળા ડિબાંગ વાદળો છવાયા
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કયાંક કયાંક ઝાપટે ઝાપટે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બપોરના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં સામાન્ય પવન સાથે વરસાદ વરસ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ક્યાંક ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.