બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળે', અમદાવાદમાં શક્તિપ્રદર્શન બાદ ક્ષત્રિય સમાજનો હુંકાર, કોણ શું બોલ્યું?
Last Updated: 04:55 PM, 20 September 2024
સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ સાથે 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'નું સંમેલન મળ્યું હતું. અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવનમાં સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં. જેમાં 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'ના પ્રમુખ તરીકે ભાવનગરના પૂર્વ રાજવી વિજયરાજસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી.
ADVERTISEMENT
'કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની કરી માગ'
ADVERTISEMENT
કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યાં હતા તેમજ ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે સંમલેનમાં કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માગ સહિતના સમાજ ઉત્થાનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
'ગુજરાતમાં 19 ટકા ક્ષત્રિયો છે છતા પણ...'
આમ ક્ષત્રિય સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના તમામ રાજકીય નેતાઓ ગેરહાજર રહ્યા હતા. સાથે જ લોકસભાની ચૂંટણીમાં સંકલન સમિતી ઉભી કરવામાં આવી હતી તે તમામ નેતાઓ પણ ગેરહાજર રહ્યા હતાં. મંચ પરથી એવુ પણ નિવેદન આપ્યુ હતુ કે, ગુજરાતમાં 19 ટકા ક્ષત્રિયો છે છતા એક નથી તેના કારણે અત્યાર સુઘી માત્ર 2 મુખ્યમંત્રી જ ક્ષત્રિય સમાજમાંથી બન્યા છે. આમ જો એક થશો તો જ સમાજનો વિકાસ થશે તેવી આડકતરી રીતે રાજકીય નિવેનિવેદનો આપ્યા હતા.
આ પણ વાંચો: જુનિયર-સિનિયર ક્લાર્ક ભરતીનો મામલો, જાહેર કરાયેલા પરિણામથી ઉમેદવારોમાં રોષ
રાજવી રિદ્ધિ રાજસિંહનું નિવેદન
આ સંમેલનમાં દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિ રાજસિંહએ જણાવ્યું કે, અમે કોઈ રાજનીતિમાં જોડાયા નથી. ભાવનગરના રાજવી પરિવારને ગુજરાતમાં આગવુ સ્થાન છે. ત્યારે ગુજરાતમાં સરદારની સૌથી મોટી પ્રતિમા બની છે પરંતુ ભાવનગર સ્ટેટના મહારાજની પ્રતિમા ફક્ત ભાવનગરમાં જ છે. ગુજરાતમાં ક્યાંય ભાવનગર સ્ટેટની પ્રતિમા નથી. અમારી ફકત એક જ માંગ છે. ભાવનગર સ્ટેટનું સન્માન કરવામાં આવે વધુમાં કહ્યું કે, ભારત રત્ન એવોર્ડ કૃષ્ણકુમાર સિંહજીને મળે તેવી અમારી માંગ છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.