બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બહારનું ખાનારા સાવધાન! ઢોસા ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગ, અમદાવાદની જાણીતી હોટલ સીલ

કાર્યવાહી / બહારનું ખાનારા સાવધાન! ઢોસા ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગ, અમદાવાદની જાણીતી હોટલ સીલ

Last Updated: 06:59 PM, 2 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહારનું ખાવાની શોખીન અમદાવાદની પ્રજા માટે ચેતવણી રૂપ કિસ્સો બનવા પામ્યો છે. જેમાં અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ એક હોટલમાં ઢોસો ખાધા બાદ લોકોને ફ્રૂડ પોઈઝનિંગ થતા દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા.

રવિવારનાં દિવસે ખાવાનાં શોખીન અમદાવાદીઓ પરિવાર સાથે અનેક હોટલ તેમજ રેસ્ટોરન્ટમાં જમવા માટે જતા હોય છે. ત્યારે હોટલમાં જમવા જતા અમદાવાદીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે. અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે મેપલ ટ્રેડમાં આવેલી સાઉથેર્ન ગ્રુબ ધ ટેસ્ટ ઓફ સાઉથમાં ઢોસા ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા-ઉલટી થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ મામલે એએમસીનાં ફ્રૂડ વિભાગને જાણ કરતા ફ્રૂડ વિભાગ દ્વારા તાત્કાલીક રેસ્ટોરન્ટમાંથી સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

ફ્રૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને સીલ કરી નમૂના લેબોરેટરીમાં મોકલ્યા

આ સમગ્ર મામલે ફ્રૂડ વિભાગનાં અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, ઘાટલોડિયા વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે મેપલ ટ્રેડમાં આવેલ સાઉથેર્ન ગ્રુબ ધ ટેસ્ટ ઓફ સાઉથમાં ઢોસો ખાદા બાદ કેટલાક લોકોને ઝાડા-ઊલટી થયાની ફરિયાદ મળતા ફ્રૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં તપાસ દરમ્યાન અનહાઈજેનિક કન્ડિશન મળી આવતા હોટલને સીલ કરવામાં આવી હતી. તેમજ સાંભાર, કોકનેટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાનાં ખીરાના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

વધુ વાંચોઃ પ્રેમી સાથે મળી બીજા પ્રેમીનું કર્યું મર્ડર! પેશાબ કરવા ગયો અને ટૂંપો આપ્યો, દાહોદનો કિસ્સો

એએમસી દ્વારા ચેકીંગ દરમ્યાન સાત હોટલ-રેસ્ટોરન્સ સીલ કરી

તાજેતરમાં જ એએમસીનાં ફ્રૂડ વિભાગ દ્વારા અમદાવાદ શરેહમાં આવેલ દુકાનો, હોટલો, ફ્રૂડ કોર્ટ, રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરી નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે જાન્યુઆરી મહિનામાં હોટલ-રેસ્ટોરન્ટ અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરી સાત જગ્યાઓ સીલ કરવામાં આવી હતી. તેમજ અનેક જગ્યાએ ફ્રૂડ સેફ્ટી એક્ટ હેઠળનું લાઈસન્સ વગર અન હાઈજેનિક કન્ડિશન હોવાનાં કારણે સીલ મારવામાં આવ્યા છે. તેમજ તા. 19 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીમાં 713 ખાદ્ય એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ફ્રૂડ વિભાગ દ્વારા સૌથી વધારે મધ્યાહન ભોજનનાં 35 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Municipal Corporation Food Poisoning Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ