Team VTV10:40 AM, 21 Jun 21
| Updated: 11:24 AM, 21 Jun 21
આજે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે અને વિવિધ લોકાર્પણના કરશે, અમિત શાહે વૈષ્ણો દેવી ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યુું
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઈકાલે રાત્રે જ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે. આજે અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે અને વિવિધ લોકાર્પણના કરશે.
વૈષ્ણો દેવી ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બોડકદેવ રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા હતા તેમજ સવારે 10:10 વાગે વૈષ્ણો દેવી ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે.
અમિત શાહે રૂપિયા 28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ધાટન કર્યું છે મહત્વનું છે કે આ ફ્લાયઓવર બ્રીજના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થઈ જશે. અમદાવાદ-ગાંધીનગરને જોડતા ફ્લાય ઓવરબ્રિજ
અમદાવાદ-ગાંધીનગરને જોડતા ફ્લાય ઓવરબ્રિજ
કન્ટેનર ડેપો ફલાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે
આ ઉપરાંત અમિત શાહ ખોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ બનાવેલા ફલાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન પણ કરવાના છે સવારથી બંને ફ્લાયઓવરબ્રિજના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છારોડી SGVP ગુરુકુલ ગેટ પાસે કાર્યક્રમ યોજાનાર છે તેમાં પણ ગૃહમંત્રી હાજરી આપવામાના છે.
હવે કોરોનાનું સંક્રમણ હવે ઘટશે
અમિત શાહે જણાવ્યું કે, કોરોનાનું વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયના કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ 1 ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લે એવી અપીલ છે. કારણ કે 2 ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે.
આજથી વોક ઈન વેક્સિનેશનનો પ્રારંભ
મહત્વનું છે કે આજથી ગુજરાતમાં વોક ઈન વેક્સિનેશનનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં 18થી વર્ષથી ઉપરની વયના લોકોએ વેક્સિનમાટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહી પડે વડાપ્રધાન મોદીએ 18થી વધુ વયના લોકોને નિશુલ્ક વેક્સિન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેવું ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે વોક ઈન વેક્સિનેશનથી વેક્સિનેશનની ગતિમાં વધારો થશે.