બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ થઇ! રાજકોટ અગ્નિકાંડ બાદ હવે DGPએ આપ્યો ગેરકાયદે ચાલતા ગેમ ઝોન વિરૂદ્ધ FIRનો આદેશ
Last Updated: 08:12 AM, 29 May 2024
રાજકોટ અગ્નિકાંડ બાદ ડીજીપી દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનનાં માલિકો સામે ફરિયાદ કરવા આદેશ આપ્યો છે. રાજ્યનાં તમામ પોલીસ કમિશ્નર તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને કડક સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયા બાદ સૂચના અપાઈ હતી. જે બાદ અમદાવાદ પોલીસ દ્વારા ગેમ ઝોનમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજકોટ ગેમ ઝોનમાં આગ બાદ અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં પોલીસે સુરક્ષામાં બેદરકારી કરનારા ગેમ ઝોનનાં સંચાલકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોતામાં 2 ફરિયાદ, આનંદ નગરમાં 1 અને નિકોલમાં 1 ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગોતામાં ફનગ્રીટો, જોય એન્ડ જોય ગેમઝોન આનંદર નગર, નિકોલમાં ફન કેમ્પલ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ફાયર એનઓસી, સ્ટ્રક્ચરમાં ભૂલ તથા પોલીસ પરવાનો ન હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.