બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કિરણ પટેલ જેવો વધુ એક ઠગબાજ ઝડપાયો, PMOની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી

અમદાવાદ / કિરણ પટેલ જેવો વધુ એક ઠગબાજ ઝડપાયો, PMOની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી

Last Updated: 03:36 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરત છાબડા ભાજપના સિનિયર નેતાઓ સાથે ઓળખાણ હોવાનું કરીને લોકોને ફસાવતો હતો. ભરત છાબડા અધિકારીઓ ઇચ્છે ત્યાં બદલી કરાવતો હોવાનું કહીને લોકો સાથે ઠગાઈ કરતો હતો

અમદાવાદ: નકલી પોલીસ કે નકલી અધિકારીઓ બનીને ઠગો ઘણા લોકો સાથે છેતરપીંડી કરી જતા હોય છે. ત્યારે આવા જ એક અપરાધીની ક્રાઇમ બ્રાંચે અમદાવાદથી ધરપકડ કરી છે. PMOની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરનારો વધુ એક ઝડપાઈ ગયો છે. અમદાવાદમાંથી ક્રાઈમ બ્રાંચે ભરત છાબડાની ધરપકડ કરી લીધી છે.

ભરત છાબડા ભાજપના સિનિયર નેતાઓ સાથે ઓળખાણ હોવાનું કરીને લોકોને ફસાવતો હતો. ભરત છાબડા અધિકારીઓ ઇચ્છે ત્યાં બદલી કરાવતો હોવાનું કહીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. ત્યારે હરિયાણાના કરનાલ પાસે આશ્રમમાં સાધુ બનીને બેઠેલા ભરત છાબડાની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ભરત છાબડાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસના પાટીદાર આગેવાનોની અમદાવાદમાં બેઠક

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં ઠગબાજ

આરોપી ભરત છાબડાની PMO સુધીની પહોંચ લોકોને બતાવતો હતો. સાથે જ તે BJP-RSSના નેતાઓ સાથે પણ ઓળખ બતાવતો હતો. મોટી-મોટી વાતોથી ભરત છાબડાં લોકોને ઠગતો હતો. લોકો સાથે છેતરપિંડી કરતા શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. PMO સુધી પહોંચ હોવાનું કહીને ભરત છાબડા લોકોને છેતરતો હતો.

PROMOTIONAL 13

BJP-RSSના મોટાં નેતાઓ સાથે ઓળખાણ હોવાનો પણ દાવો કરતો હતો. ઇચ્છામુજબની જગ્યાએ બદલી કરાવી આપવાના નામે આરોપી લોકોને ઠગતો હતો. છેલ્લા ઘણાં સમયથી હરિયાણાના કરનાલ પાસેના આશ્રમમાં ભરત છાબડા સાધુ બનીને રોકાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Ahmedabad Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ