બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગરબા દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ, અજાણ્યા શખ્શે હવામાં ફાયરિંગ કર્યું, જાણો મામલો

નવરાત્રી 2024 / ગરબા દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ, અજાણ્યા શખ્શે હવામાં ફાયરિંગ કર્યું, જાણો મામલો

Last Updated: 11:28 AM, 10 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં ગરબાના આયોજન દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ. મામલો ઉગ્ર બનતા ગરબામાં ફાયરિંગ કરાયું હતું.

અમદાવાદ: ગુજરાતના ભાતીગળ ગરબાને કલંક લાગે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક શરમજનક ઘટના ઘટી છે. અમદાવાદમાં ગરબા આયોજનમાં ફાયરિંગ કરાયું હતું. મળતી માહિતી મુજબ ઓગણજમાં આયોજિત ગરબી મંડળીમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા એક શખ્સે હવામાં ફાયરિંગ કર્યું. જો કે, ગરબા સ્થળના ગેટ બહાર ઉભેલા સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ કરનાર સહિત ટોળાને સ્થળ પરથી દૂર ખસેડી દીધા હતા. પરંતુ ગોળીબાર થતા ગભરાયેલા આયોજકોએ તાત્કાલિક ગરબા બંધ કરાવી દીધા હતા. ગોળીબાર થયો તે સમયે આ જગ્યાએ અનેક લોકો ગરબા રમી રહ્યા હતા.

શખ્સે હવામાં ગોળીબાર કર્યો

PROMOTIONAL 13

મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબા સવારે 6:15 કલાકે 2 જૂથ વચ્ચે ચાલુ ગરબામાં માથાકૂટ થઈ. માથાકુટ બાદ અજાણ્યા શખ્શે હવાઈ ફાયર કર્યું. ઘટના દરમિયાન અનેક લોકો ગરબા રમી રહ્યા હતા. ગોળીબાર થતા ગભરાયેલા આયોજકોએ ગરબા બંધ કરી દીધા હતા. ત્યારે હાજર સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ કરનાર ઇસમને ગરબા આયોજન સ્થળેથી ખસેડી નાખ્યો હતો.

આ પણ વાંચો: ટેમ્પો ચાલક અને TRB જવાન વચ્ચે રોડ પર બબાલ, જુઓ મારામારીનો વીડિયો

ત્યારે ઓગણજમાં આયોજિત ગરબા મંડળીમાં ફાયરિંગનો બનાવ બન્યા બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. નવરાત્રીમાં લોકોની સલામતી અને સુરક્ષાનો દાવો કરતી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Navratri 2024 Firing Incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ