બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઈન્સ્ટાગ્રામ પર દોસ્તી કરવી ભારે પડી! ધોરણ 9માં અભ્યાસ કરતી બે સગીરા સાથે દુષ્કર્મ
Last Updated: 05:58 PM, 15 February 2025
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કરીને બે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. નિકોલ પોલીસે દુષ્કર્મ કરનાર 3 મિત્રોની ધરપકડ કરી છે. આરોપી વિવેક કશ્યપ, અભય સોજીત્રા અને પારસ બોરડની બે સગીરાને અપહરણ અને દુષ્કર્મ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો નિકોલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી બે સગીરા 12 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે સ્કૂલે જવા નીકળી હતી. ત્યારબાદ સ્કૂલે ન પહોંચતા સ્કૂલના શિક્ષકે સગીરાના પરિવારને જાણ કરી હતી. આ સ્કૂલમાંથી ગુમ થયેલી બંન્ને સગીરા મિત્રો હતી. બંને સગીરાના પરિવારે પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બન્ને સગીરા બીજા દિવસે વહેલી સવારે નિકોલ નજીક મળી આવી હતી. પોલીસે સગીરાનું નિવેદન લેતા ત્રણેય આરોપીમાં વિવેક કશ્યપએ સ્કૂલથી સગીરાનું અપહરણ કરીને જુદા જુદા વિસ્તારમાં ફરવા લઈ ગયો હતો.
ADVERTISEMENT
સોશિયલ મીડીયાની દોસ્તી મોંઘી પડી
ADVERTISEMENT
થલતેજમાં સનમ તેરી કસમ નામની ફિલ્મ બતાવી હતી અને ત્યારબાદ મિત્ર અભય સુજીત્રાના કેફે લઈ ગયો હતો. જ્યાં એક સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. ત્યાર બાદ બંને સગીરાને નિકોલ ડીમાર્ટ ઉતારીને જતો રહ્યો હતો. આ દરમિયાન અભય સુજીત્રાએ સગીરાને મેસેજ કરીને મળવાનું કહ્યું હતું. પોતાના મિત્ર પારસ બોરડને બોલાવ્યો હતો. આ બંન્ને આરોપીઓ સગીરાને લલચાવી ફોસલાવીને હોટલ લઈ ગયા અને દુષ્કર્મ આચર્યું હતું. નિકોલ પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલ આરોપી વિવેક કશ્યપ કેમેરામેન તરીકે કામ કરે છે. 3 મહિના પહેલા એક લગ્ન પ્રસંગમાં એક સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બંને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા હતા અને મિત્રતા કરી હતી. સગીરાએ ફરવા માટે પોતાની બીજી મિત્રને કહીને વિવેકને મળવાનું નક્કી કર્યું હતું. વિવેક સગીરાને સ્કૂલમાં લેવા આવ્યો હતો. સગીરા સ્કૂલે જવાના બદલે બહારથી વિવેકની બાઈક પર જતી રહી હતી અને રસ્તામાં કપડાં બદલ્યા હતા અને ફરવા નીકળી ગયા હતાં. અભય સુજીત્રાનું નિકોલમાં કાફે છે. જ્યારે પારસ બોરડ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેરા ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વેબ પોર્ટલ લોન્ચ
અપહરણ કરી સગીરા સાથે દુષ્કર્મ
વિવેક બંને સગીરાને અભયના કાફે લઈ ગયો હતો ત્યારે અભયની નજર બગડી હતી અને સગીરાનો નંબર મેળવીને તેમને મેસેજ કરીને લલચાવી હતી. ત્યારબાદ હોટલમાં અલગ અલગ રૂમ બુક કરાવીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઈને નિકોલ પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિકોલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવી છે. આ આરોપીઓ અન્ય કોઈ સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ? તે અંગે પણ પૂછપરછ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.